ગુજરાત

gujarat

ETV Bharat / state

બોપલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, બિલ્ડર પર 10 લોકોનો હુમલો, વેપારીએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું - Ahmedabad Firing - AHMEDABAD FIRING

અમદાવાદમાં મોડી રાત્રે બોપલના રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. આ ઘટનામાં બિલ્ડર પર 10 લોકોએ હુમલો કર્યો હતો. જ્યારે વેપારીએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.

બોપલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, બિલ્ડર પર 10 લોકોનો હુમલો, વેપારીએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું
બોપલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, બિલ્ડર પર 10 લોકોનો હુમલો, વેપારીએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 4:58 PM IST

બિલ્ડર પર હુમલાની ઘટના

અમદાવાદ : અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે.જ્યાં શહેરના બોપલ વિસ્તારમાં બિલ્ડર પર હુમલો થતાં બિલ્ડરે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ઉપેન્દ્રસિંહ ચાવડા નામના બિઝનેસમેન મોડી રાત્રે ઘુમા પાસેના મેરી ગોલ્ડ સર્કલ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક પાન પાર્લર પાસે ચાર પાંચ ગાડી હતી અને રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સહિત કેટલાક લોકો રોડ ઉપર ઉભા હતા.

બોપલના મેરી ગોલ્ડ રોડ ખાતે 10 લોકોને આતંક મચાવ્યો : તમામ લોકોના હાથમાં લાકડીઓ પાઈપો હતી. આ તમામ લોકો ઉપેન્દ્રસિંહની ગાડી તરફ આવ્યા અને હુમલો કરવા લાગ્યા. જેથી ઉપેન્દ્રસિંહે બચાવવામાં લાઇસન્સવાળી રિવોલ્વર કાઢી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ કેસમાં સાણંદના રાજેન્દ્રસિંહ અને બોપલના અનિલસિંહ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાતા તપાસ શરુ કરાઈ છે.

બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી : અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડર પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં મૂળ ધંધુકાના અને બોપલ ખાતે રહેતા ઉપેન્દ્રસિંહ ચાવડા નામના બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધંધુકા ખાતે રાજેન્દ્રસિંહ સોલંકી લાંબા સમયથી પરિચય હતો અને તેઓ ધંધુકામાં આવેલા પચ્છમ ધામ ખાતે અવારનવાર મુલાકાત લેતા હતાં.

આરોપીઓએ મળવા બોલાવ્યા હતા : જોકે છેલ્લા ઘણા સમયથી તેઓએ ત્યાં જવાનું બંધ કર્યું હતું. જે બાબતને લઈને રાજેન્દ્રસિંહ સોલંકી અને અનીલસિંહ પરમાર સાથે તકરાર ચાલતી હતી. તેવામાં 27મી માર્ચે રાતના સમયે ઉપેન્દ્રસિંહ ચાવડાને ફોન કરી આરોપીઓએ મળવા બોલાવ્યા હતા અને તેઓ બોપલમાં મેરી ગોલ્ડ સર્કલ પાસે પહોંચતા 8 થી 10 જેટલા શખ્સોએ ભેગા મળી ગાડી ઉપર પાઇપો અને લાકડીથી હુમલો કરી વાહનમાં તોડફોડ કરી હતી. જે દરમિયાન બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ પોતાના સ્વરક્ષણ માટે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા બોપલ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

રાયોટિંગ તેમજ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ : આ ઘટનાને લઈને બોપલ પોલીસ મથકે મારામારી રાયોટિંગ તેમજ જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર સહિતના દસ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે સામે પક્ષે બિલ્ડર દ્વારા પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેને લઈને જાહેરનામાં ભંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવાની કામગીરી પોલીસે શરૂ કરી છે.

  1. ચીખલીની આલ્ફા હોટલમાં બેકાબૂ કાર ડાયનિંગ હોલમાં ઘુસી ગઈ, ફિલ્મી દ્રશ્યો સર્જાયા
  2. Ahmedabad Firing: મણિનગરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, જાહેર રોડ પર ભરેલી બંદુક સાથે યુવકનો દોડતો વીડિયો, હવામાં કર્યું ફાયરિંગ

ABOUT THE AUTHOR

...view details