ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ સમસ્તીપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે - SABARMATI EXPRESS

અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસને સમસ્તીપુર અને દરભંગા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી રહી છે. જાણો શા માટે

અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ સમસ્તીપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ સમસ્તીપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 7:45 PM IST

અમદાવાદ:અમદાવાદથી બિહાર તરફ જતાં રેલવે મુસાફરો માટે આગામી સમયમાં અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની સેવાને લઈને મુશ્કેલી પડી શકે છે. પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર ડિવિઝનના દરભંગા સ્ટેશન પર આગામી 22 નવેમ્બર થી 16 ડિસેમ્બર 2024 સુધી એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસને સમસ્તીપુર અને દરભંગા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી રહી છે.

શોર્ટ ટર્મિનેટેડ ટ્રેન

આગામી 22, 24 અને 29 નવેમ્બર તેમજ 01, 06, 08 અને 13 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ સમસ્તીપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન સમસ્તીપુર-દરભંગા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

શોર્ટ ઓરીજીનેટ ટ્રેન

આગામી 25 અને 27 નવેમ્બર તેમજ 02, 04, 09, 11 અને 16 ડિસેમ્બર 2024ના રોજ ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ દરભંગાને બદલે સમસ્તીપુરથી ઉપડશે.

ટ્રેનોના રોકાણ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે રેલવેએ મુસાફરોએ રેલવેની વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવાનો અનુરોધ કર્યો છે.

શું તમે ટ્રેન દ્વારા સફર કરવાના છો ? તો પહેલા આ લેખ ખાસ જોઈ લો...

ABOUT THE AUTHOR

...view details