અમદાવાદઃ નેશનલ કોંગ્રેસ પાર્ટીના નામે આરોપી આમિર શેખ લોકો પાસેથી ઓનલાઈન ફંડ મેળવતો હતો. આરોપીએ સોશિયલ મીડિયામાં વિવિધ જાહેરાતો કરી રાજકીય પક્ષના નામે ફંડ ઉઘરાવ્યું હતું. ફંડ મેળવ્યા બાદ આરોપી લોકોને નકલી રીસીપ્ટ પણ આપતો હતો.
રાજકીય પક્ષના નામે ડોનેશન ઉઘરાવનાર આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો - Ahmedabad Cyber Crime Branch - AHMEDABAD CYBER CRIME BRANCH
અમદાવાદના દાણીલીમડામાં રહેતો આરોપી આમિર શેખ રાજકીય પક્ષ NCPના નામે ડોનેશન ઉઘરાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવી લોકો પાસેથી નાણાં ઉઘરાવતો હતો. આ આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Ahmedabad Cyber Crime Branch NCP Donation Fake Slip Social Media
Published : Apr 11, 2024, 9:08 PM IST
NCPના ખજાનચીએ નોંધાવી હતી ફરિયાદઃ NCPના ખજાનચી તરીકે હેમાંગ શાહ અમદાવાદમાં મંગલમૂર્તિ કોમ્પલેક્ષમાં પાર્ટીની મુખ્ય ઓફિસ ધરાવે છે. તેમણે કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યો શખ્સ પાર્ટીના નામે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડોનેશન લઈ રહ્યો છે. તેમજ ડોનેશનના બદલામાં NCP પાર્ટીની ખોટી રીસીપ્ટ પણ આપી રહ્યો છે. આ સમગ્ર મામલો NCPના ધ્યાને આવતા જ પક્ષના ખજાનચી હેમાંગ શાહ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મોડસ ઓપરેન્ડીઃ આરોપી આમિર શેખે રાજકીય પક્ષના નામે ફાળો અને દાન ઉઘરાવાની મોડસ ઓપરેન્ડી અપનાવીને મોટી રકમની ઓનલાઈન ઠગાઈ આચરી છે. આ આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના એસીપી હાર્દિક માકડિયાએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપીએ બેન્કમાં એકાઉન્ટ નં.20100009061309 ખોલાવીને તેનું નામ NCP રાખ્યું હતું. હકીકતમાં આરોપીઓએ NCP એટલે Nature’s Cereal Packagiag કંપનીના નામે એકાઉન્ટ ખોલ્યું હતું. આ બેન્ક એકાઉન્ટમાં ડોનેશન મેળવીને NCP પાર્ટીની બનાવટી ડોનેશન રીસીપ્ટ પણ મોકલી આપતો હતો. આ બેન્ક એકાઉન્ટ ધારક તથા તેનું સંચાલન કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ NCP પાર્ટીના ખજાનચી હેમાંગ શાહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદને પગલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે 33 વર્ષીય આરોપી આમિર શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.