અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રોજ નવા પર્દાફાશ થઈ રહ્યા છે. હાલમાં જ જ્યાં હોસ્પિટલના ડાયરેક્ટરને પકડ્યા ત્યારે ડાયરેક્ટર રાજશ્રી કોઠારીના પતિ સામે પણ શંકાઓ ઊભી થઈ હતી. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે સરકારી યોજનામાં ખામીનો ફાયદો લઈને ચેડા કરી હજારોની સંખ્યામાં આયુષ્યમાન કાર્ડ કાઢ્યાનો ખુલાસો કરતા સહુની આંખો ફાટી ગઈ હતી. આ ટોળકી ફક્ત 15 મિનિટમાં જ રૂ. 1500થી 2000 જેટલા રૂપિયાનો કટકો લઈને આ સમગ્ર કૌભાંડ કર્યાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે એક્શન લીધી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક પર્દાફાશ કર્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશ વ્યાપિ કૌભાંડનો પર્દાફાશ કરતા 6 શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો કોઈપણ લાયકાત કે ડોક્યુમેન્ટ્સ વગર પીએમજેએવાય કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. લાયકાત વગરના લાભાર્થીઓ આ લોકો બનાવી દેતા હતા.
જેસીપીને પણ વિશ્વાસના આવ્યો તો તેમનું કાર્ડા કાઢી નાખ્યું
આ અંગે જાણકારી આપતા ક્રાઈમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે કહ્યું કે, આ અંગે ખ્યાતિ હોસ્પિટલમાં મેહુલ પટેલ કરીને વ્યક્તિ છે જે ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાયનું કામ કરે છે. તેણે કહ્યું કે, જ્યારે કોઈ દર્દીને ત્યાં લવાતો અને જો તેની પાસે પીએમજેએવાયનું કાર્ડ ના હોય તો તેનો વધુ ડેટા ચિરાગ રાજપુત અને એક બે વાર કિરણ પટેલની હાજરીમાં દર્દીને ત્યાં મોકલતા હતા. ચિરાગની પુછપરછ કરતા તેણે કહ્યું કે નિમેશ નામનો વ્યક્તિ છે તે 1500 રૂપિયામાં એક કાર્ડ કઢાવી આપતો હતો અને કાર્ડ કઢાવામાં ફક્ત 15 મિનિટ જ થતી હતી. જ્યારે નિમેશની પુછપરછ કરી તો તેણે કહ્યું કે, પોતે એથિકલ હેકર છે અને તેની વેબસાઈટ પર જે ટેક્નીકલ ખામીનો ફાયદો લઈને હું તે કાર્ડ કાઢી શકું છું. શરદ સિંઘલ પોતાને શંકા હોવાનું વ્યક્ત કરતા નિમેશે માત્ર 15 મિનિટમાં જ મારું પણ પીએમજેએવાય કાર્ડ કાઢી આપ્યું.
જ્યારે પણ આ લોકો કોઈને આ કાર્ડ જોઈતા હોય ત્યારે તે આ વેબસાઈટમાં જાય અને તેમાં આધારકાર્ડ મુકે અને જેમાં 80 ટકા મેચ થાય જેમ કે નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર હોય તો ઓટોપ્રુફ થઈ જાય અને જો એલ વન એટલે કે લેયર વનનો જેને કોન્ટ્રાક્ટ છે જેની પાસે લેયર વન વેરિફિકેશનનો કોન્ટ્રાક્ટ છે ત્યાં વેરિફાય કરતા અને ત્યાં પણ ના થાય તો લેયર ટુ કે જે ગવર્મેન્ટમાંથી થાય છે તે લોકો ત્યાંથી કરી નાખતા હતા. ઈન્કમ સર્ટીફિકેટને લઈને એલવનમાં અપ્રુવ કરતા હતા. તે તેના માટે માસ્ટર લોગઈન આઈડીનો ઉપયોગ કરતા હતા. અહીં ગુજરાતનો હેડ છે નિખિલ પારેખને આ માસ્ટર આઈડી અપાયું. ફેમિલિ આઈડી અને આધારકાર્ડનો ઉપયોગ કરીને કૌભાંડ કરતા હતા. તે ગામમાં હોસ્પિટલ વાળા કેમ્પ કરતા ત્યાં પીએમજેએવાય કાર્ડ ના હોય તો તેમની પાસેથી તે કાર્ડ બનાવડાવી દેતા હતા. ઘણા વ્હોટ્સએપ ગ્રુપ પણ હતા તેમાં તે જોડતા હતા. તેમાં જ તે મેસેજ મોકલીને રૂપિયા મગાવતા હતા. ઘણા પોર્ટલ્સ પણ છે જેમાં પેમેન્ટ લઈને કરતા હતા.
તેમણે કહ્યું કે, આ લોકોની પ્રથમ પુછપરછમાં ત્રણ હજારથી વધારે કાર્ડ તેમણે બનાવ્યા છે. શક્ય છે કે તેમાં ઘણા એલિજિબલ હોય અને ઘણા ફેક પણ હોય. અમે તેની વિગતો તપાસીશું. તે કઈ કઈ હોસ્પિટલમાં મોકલાયું છે તે પણ તપાસવામાં આવશે. ડીસીપી ક્રાઈમ અજીત રાજિયનજી ટેક્નીકલી ઘણા હોશિયાર છે ટેક્નીકલ બાબતોની તેમણે બે રાતથી સતત જાતે તપાસ કરી અને તેમની સાથે સાયબર ક્રાઈમ અમદાવાદ અને સુરતના સાયબર એક્સપર્ટે તેમાં મદદ કરી છે. પીઆઈ આલ, સહિતના પોલીસ અધિકારીઓએ વોન્ટેડ કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત, રાશીદ જે બિહારમાં પોર્ટલ ચલાવે છે, નિખિલ પારેખ સહિતના આરોપીઓ ઉપરાંત છને અટકમાં લીધા છે, હવે વિગતવારે કાર્યવાહી કરીને રિમાન્ડ માગવામાં આવશે.
- ETV Bharat Exclusive: ગીરમાં જંગલી પ્રાણીઓના માનવો પર હિંસક હુમલાના બનાવો કેમ વધી રહ્યા છે?
- પાલનપુર કલેક્ટર કચેરીએ NSUI-કોંગ્રેસનો હોબાળો, શિષ્યવૃત્તિની માંગ સાથે પોલીસ સાથે ઘર્ષણ