અમદાવાદ :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનાર બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપ્યો છે. ખોટી રીતે અમિત શાહનું ભાષણ વાયરલ કરવા માટે આર.બી.બારીયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી. જેમાં ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઇ હતી. ગૃહપ્રધાન અમિત શાહનું ભાષણ એડિટ કરીને વાયરલ કરવા મામલે પોલીસે બંને યુવકોની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા કોર્ટે બંનેને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. પોલીસે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ માગ્યા હતાં
અમીત શાહનું ભાષણ એડિટ કરી વાઇરલ કરવાનો મામલો, બંને આરોપીએ 3 દિવસના રિમાન્ડ પર - Ahmedabad Crime - AHMEDABAD CRIME
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ફેક વીડિયો વાયરલ કરનાર બે લોકો ઝડપાયાં છે. હાલમાં લોકસભા ચૂંટણીનું પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે તેવામાં ગૃહપ્રધાન અમિત શાહનું ભાષણ એડિટ કરીને વાયરલ કરવા મામલે પોલીસે બંને યુવકોની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા કોર્ટે બંનેને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. પોલીસે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ માગ્યા હતાં. mit Shah's fake video viral case
Published : Apr 30, 2024, 3:44 PM IST
|Updated : Apr 30, 2024, 7:17 PM IST
આરોપી આર.બી.બારીયા આપનો કાર્યકર્તા : ગૃહપ્રધાનના ફેક વિડીયો વાયરલ કરનારા બે યુવકોએ ખોટી રીતે અમિત શાહનું ભાષણ વાયરલ કર્યું હતું તેમાં બંને આરોપી સતીષ વણસોલા અને આર.બી.બારીયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સતીષ વણસોલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો પીએ છે. તથા વડગામ કાર્યાલયની કામગીરી સતીશ સંભાળે છે. જ્યારે ચોંકાવનારી વાત છે કે અન્ય આરોપી આર.બી.બારીયા જેની પ્રોફાઇલ પર પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી તે યુવક આપનો કાર્યકર્તા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો મામલે કાર્યવાહી : અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાનના ભાષણને ખોટી રીતે રજૂ કરનાર આરોપીની અટકાયત કરાઇ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે, તેવું થોડા જ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વીડિયો બનાવી દુરુપયોગ થઇ રહ્યો હોવાનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો પરથી સાબિત થયું છે. આ મામલે રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચ્યો છે. ત્યારે મામલામાં બે યુવકોને ઝડપી લેવામાં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે.