ગુજરાત

gujarat

ETV Bharat / state

હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા, અમદાવાદની સેશન્સ કોર્ટનો ચુકાદો, જાણો શું હતો મામલો - SESSION COURT JUDGMENT - SESSION COURT JUDGMENT

અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે હત્યાના કેસમાં ફરિયાદી અને સાક્ષી વિરુદ્ધ તેમના નિવેદનો પાછા ખેંચવા બદલ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

સેશન્સ કોર્ટે હત્યાના કેસમાં નિવેદન પાછું ખેંચતા ફરિયાદી સામે કાર્યવાહીનો આદેશ
સેશન્સ કોર્ટે હત્યાના કેસમાં નિવેદન પાછું ખેંચતા ફરિયાદી સામે કાર્યવાહીનો આદેશ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2024, 8:35 PM IST

Updated : Oct 5, 2024, 9:05 PM IST

અમદાવાદ:સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.બી. જાદવે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં તેઓએ હત્યાના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી અને ફરિયાદી અને સાક્ષી વિરુદ્ધ તેમના નિવેદનો પાછા ખેંચવા બદલ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

એક યુવકની 2019માં કરાઇ હત્યા: કેસની વિગતો આ પ્રમાણે હતી કે, અમદાવાદના રહેવાસી અસલમખાન પઠાણનું વર્ષ 2019માં રમઝાન મહિનામાં વટવા કેનાલ પાસે તેની હત્યા થઇ હતી. અસલમખાનની માતા લાઈકાબાનો છેલ્લા 5 વર્ષથી ન્યાય મેળવવા માટે કોર્ટના ચક્કર લગાવી રહી હતી.

સેશન્સ કોર્ટે હત્યાના કેસમાં નિવેદન પાછું ખેંચતા ફરિયાદી સામે કાર્યવાહીનો આદેશ (Etv Bharat Gujarat)

આવી સ્થિતિમાં અમદાવાદની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.બી. જાદવે અસલમખાનની હત્યાના 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી અને ટ્રાયલ દરમિયાન નિવેદનોથી પલટી જનારા ફરિયાદીઓ અને સાક્ષીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટની આરોપીઓને આજીવન કેદની સજા: આ કેસમાં પીડિતના વકીલ એડવોકેટ શમશાદખાન પઠાણે જણાવ્યું હતું કે, 20 માર્ચ 2019ના રમઝાન મહિના દરમિયાન અસલમ પઠાણ તેના પિતરાઈ ભાઈ સાથે ઈફ્તાર માટે સામાન ખરીદવા માટે બહાર ગયો હતો. ત્યારે આરોપી મુબારક, સાજીદ અને આસિફે તેઓને રોક્યા હતા. તે જ સમયે, પારિવારિક વિવાદના મુદ્દે ઝઘડો થયો હતો. તે દરમિયાન આરોપીઓએ મૃતક પર હુમલો કર્યો હતો.

ઘટનાના 6 દિવસે યુવકનું મોત:ઘટનાના 6 દિવસ પછી હુમલામાં ઘાયલ અસલમખાન પઠાણનું મોત થયું હતું. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં કલમ 302 હેઠળ ફરિયાદ નારોલ પોલીસ દ્વારા નોંધવામાં આવી હતી. સિટી એન્ડ સિવિલ સેશન્સ કોર્ટ દ્વારા તમામ સાક્ષીઓ સમક્ષ આપેલા નિવેદનને ધ્યાને લઈ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટે હત્યાના ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

સાક્ષીઓ નિવેદનથી ફરી જતા કાર્યવાહી: મુખ્ય ફરિયાદી તબારક અલી અને તેના ભાઈ ગુલફામ અલીએ ડોક્ટર અને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. તેઓ કોર્ટમાં પોતાના નિવેદનથી ફરી ગયા હતા. જે વાત ન્યાયાધીશ બી.બી જાદવને ધ્યાને આવતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને જેમાં તેઓને 6 મહિનાની સજા પણ થઇ શકે છે. મૃતકની માતાએ કહ્યું હતું કે, તેમનો મૃતક દીકરો ફર્નિચરની દુકાને કામ કરતો હતો અને વટવા કેનાલ પાસે રહેતો હતો ત્યાં જેની આરોપીઓએ હત્યા કરી હતી.

આ પણ વાંચો:

  1. પોલીસ ભરતી મુદ્દે હાઇકોર્ટનો સરકારને આદેશ, કહ્યું 'પોલીસ ભરતી માટે રિક્રુટમેન્ટ કેલેન્ડર બનાવો' - hc on police bharti
  2. 'કોર્ટનો અનાદર છે તો અમે માળખું પુનઃસ્થાપિત કરવા માટે કહીશું': સુપ્રીમકોર્ટ - SC on bulldozer action in Gujarat
Last Updated : Oct 5, 2024, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details