અમદાવાદ: ગુજરાતમાં નોકરી-રોજગાર માટે આવેલા અન્ય રાજ્યના લોકો છઠ પૂજાના તહેવારને પરિવાર સાથે ઉજવવા માટે પોતાના વતન મોટી સંખ્યામાં જતા હોય છે. ત્યારે તહેવારની સીઝનમાં યાત્રીઓની સુવિધા માટે રેલવે દ્વારા સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદના કાલુપુર તથા સાબરમતિ સ્ટેશનથી આગામી 5 નવેમ્બરના રોજ 5 સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેની વિગતો નીચે મુજબ છે...
અમદાવાદથી કઈ ટ્રેન કેટલા વાગે ઉપડશે?
છઠ પૂજા માટે 5 સ્પેશ્યલ ટ્રેન આવતીકાલે અમદાવાદથી ઉપડશે. જેમાં પહેલી ટ્રેન અમદાવાદ-બરૌની સ્પેશ્યલ હશે, જે સાંતે 4.35 વાગ્યે પ્રસ્થાન કરશે. આ બાદ અમદાવાદ-બનારસ સ્પેશ્યલ ટ્રેન રાત્રે 10:40 વાગ્યે ઉપડશે. સાબરમતી-પટના સ્પેશ્યલ સાંજે 6.10 વાગ્યે, ગાંધીધામ-ભાગલપુર સ્પેશ્યલ સાંજે 5.40 વાગ્યે અને અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશ્યલ બપોરે 2.10 વાગ્યે ઉપડશે.