ગુજરાત

gujarat

ETV Bharat / state

બે રૂપિયે કિલો વેચાઈ ડુંગળી, જુનાગઢ APMCમાં ડુંગળીના ભાવ તળીયે ગયા - ONIONS PRICE

એક મહિના પૂર્વે 50 થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ડુંગળીના ભાવ અત્યારે સતત ગગડી રહ્યા છે, અને આજે બેથી અઢી રૂપિયે કિલો વેચાઈ છે.

જુનાગઢ APMCમાં ડુંગળીના ભાવ તળીયે ગયા
જુનાગઢ APMCમાં ડુંગળીના ભાવ તળીયે ગયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 24, 2024, 3:58 PM IST

જુનાગઢ: એક સમય હતો ડુંગળીનું નામ લેતા જ સૌ કોઈને પરસેવો છૂટી જાતો હતો. આજથી એક મહિના પૂર્વે 50 થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ડુંગળીના ભાવ અત્યારે સતત ગગડી રહી છે.

બજારભાવો એટલી હદે નીચા આવી ગયા છે કે, અઢી રૂપિયા એક કિલો ડુંગળીની જાહેર હરાજી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે. તેમ છતાં તેના કોઈ ખરીદારો મળતા નથી. આ પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળનું કારણ ડુંગળીની મબલખ આવક અને નિકાસ બંધીને માનવામાં આવે છે.

જુનાગઢ APMCમાં ડુંગળીના ભાવ તળીયે ગયા (Etv Bharat Gujarat)

ડુંગળી જેટલી ઉપર ચડી તેટલી જ નીચે પટકાઈ

આજથી એક મહિના પૂર્વે ડુંગળીના ભાવ સાંભળીને સૌ કોઈને પરસેવો છૂટી જતો હતો, તેની પાછળનું એકમાત્ર કારણ એ હતું કે ડુંગળી છૂટક બજારમાં 50 થી લઈને 70 રૂપિયા સુધી પ્રતિ એક કિલોના બજાર ભાવે વેચાઈ રહી હતી. આજે બિલકુલ વિપરીત પરિસ્થિતિ અને દ્રશ્ય સામે આવ્યુ છે એક સમયે 50 થી 70 રૂપિયા કિલો ડુંગળીની ખરીદી કરવી જેટલી મુશ્કેલ હતી બિલકુલ તેનાથી વિપરીત આજે ડુંગળી 50 રુપયે એક કિલો ખરીદવી એકદમ સરળ બની ગઈ છે.

જુનાગઢ APMCમાં ડુંગળીની મબલક આવક (Etv Bharat Gujarat)

કેમ ગગડ્યા ડુંગળીના ભાવ ?

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે 50 રૂપિયા થી લઈને 250 રૂપિયા સુધી ડુંગળીના નીચા અને ઊંચા બજાર ભાવ જોવા મળ્યા છે, તેની પાછળ ચોમાસા દરમિયાન ડુંગળીનું જે વાવેતર થયું છે તેનો ખૂબ મોટો જથ્થો સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ઠલવાઈ રહ્યો છે, જેને કારણે બજાર ભાવો સતત ગગડી રહ્યા છે.

બેથી અઢી રૂપિયે પ્રિત કિલો વેચાઈ રહી છે ડુંગળી (Etv Bharat Gujarat)

નિકાસબંધી અને આવકમાં ધરખમ વધારો

આજના દિવસે ડુંગળીની નિકાસબંધી અમલમાં છે, જેને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. ડુંગળીની આવકનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે, માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ખરીદવા માટે કોઈ વેપારી સામે આવતા નથી તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ નાસિકની લાલ ડુંગળીનું વાવેતર ચોમાસા દરમિયાન ખૂબ પુષ્કળ પ્રમાણમાં થાય છે. જે તૈયાર પાક આજે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ઢગલા મોઢે ઠલવાઈ રહ્યો છે. જેને કારણે આવક એકદમ વધી જતા બજાર ભાવ એકદમ તળિયે જોવા મળી રહ્યા છે.

ડુંગળીની ભરપુર આવક થતાં ભાવ ગયા તળીયે (Etv Bharat Gujarat)

આ કારણે પણ ડુંગળીના ભાવ ગયા તળીયે

નાસિકની ડુંગળીની બીજી એક પરંપરા એ પણ છે કે તેને સંગ્રહ કરવી ખૂબ મુશ્કેલ છે ડુંગળીનું ઉત્પાદન થયા બાદ તેને બજારમાં મૂકવી અનિવાર્ય બની જાય છે, જો નાસિકની લાલ ડુંગળીને સાચવવામાં આવે તો તે ખૂબ જ ઝડપથી બગડી જતી હોય છે, જેથી ખેડૂતોનાસિકની ડુંગળીનું ઉત્પાદન કરીને તેને સીધી બજારમાં મૂકી રહ્યા છે, જેના કારણે પણ આવક જરૂરિયાત કરતાં પાંચથી છ ગણી વધી ગઈ છે જેથી બજાર ભાવો એકદમ તળિયા પર જોવા મળે છે.

  1. ડુંગળીએ ખેડૂતોને દઝાડયા, આવક વધી તો ભાવ ઘટી ગયા, ખેડૂતોએ વ્યક્ત કરી હૈયાવરાળ
  2. ભાવનગરમાં ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતો કેમ છે ચિંતિત? ETV BHARAT સમક્ષ ઠાલવી વ્યથા

ABOUT THE AUTHOR

...view details