પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓને સૂચનો આપ્યા (Etv Bharat Gujarat) સુરત: જિલ્લાના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં બનેલ પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર રાજ્ય સહિત સુરતની પોલીસ સતર્ક થઈ ગઈ છે. 2 દિવસ પછી ગણેશ વિસર્જન અને ઈદ છે. ધાર્મિક કાર્યક્રમનો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે. સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થાઓ અને બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
સુરતના સૈયદપુરામાં હિંસા બાદ પોલીસ એલર્ટ મોડમાં (Etv Bharat Gujarat) 320 ધાબાઓ પર પોલીસ તૈનાત: આ વખતે સરકારી સાથે સાથે ખાનગી CCTVનો પણ ઉપયોગ કરવામાં આવશે. 7 જેટલા ડ્રોન કેમેરા અલગ અલગ વિસ્તારોમાં ઉડશે અને પોલીસના જવાનો 320 જેટલા ધાબાઓ પર ઊભા રહી દૂરબીનથી બાજ નજર રાખશે. તેમજ અંદાજિત 15000 જેટલા સુરક્ષાકર્મીઓ ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત રહેશે. જેને લઇને રોડ મેપ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ઘટના બાદ હાલ અલગ અલગ ગણેશ પંડાલો પર પોલીસ જવાનો તૈનાત છે.
પોલીસ સીસીટીવી દ્વારા બાજ નજર રાખશે (Etv Bharat Gujarat) આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ: સુરતના સૈયદપુરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રિક્ષામાં આવેલા કેટલાક વિધર્મી સગીરોએ વરિયાળી બજારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. જેને લઇને ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી. બહોળી સંખ્યામાં લોકોના ટોળેટોળા નજીકની પોલીસ ચોકી ખાતે ઉમટી પડયા હતા અને પથ્થરમારો કરનારા અને તેમાં સંડોવાયેલા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓને સૂચનો આપ્યા (Etv Bharat Gujarat) પોલીસે 33 લોકો સામે કાર્યવાહી કરી: એકત્ર થયેલ ટોળાને વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જેને લઇને નાસભાગ મચી ગઇ હતી. બનેલી ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. જેથી સુરતની શાંતિ પણ ડહોળાઈ હતી. સુરત પોલીસે રાત-દિવસ એક કરીને ઊંડાણપૂર્વક તપાસ કરીને કુલ 33 જેટલા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ત્યારે હિન્દુ અને મુસ્લિમ કોમ વચ્ચે ફરી ભાઈચારો જળવાઈ રહે તે માટેના હાલ પ્રયાસો થઈ રહ્યા છે.
પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓને સૂચનો આપ્યા (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- ધારાસભ્ય રીવાબાએ ઉજવ્યો ગણપતિ ઉત્સવ, મહિલાઓ સાથે બનાવ્યા મોદક - ganesh mahotsav 2024
- ખનીજ માફિયાઓેનો આતંક, સાયલાના સુદામડા ગામે 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ - More than 10 rounds fired