ધોરાજીમાં વિધવા મહિલા સાથે ગેંગરેપનો મામલો રાજકોટ : ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પર સામુહિક દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. જોકે આ ફરિયાદ નોંધાઈ તે પહેલાનો ઘટનાક્રમ ખૂબ જ ચોંકાવનારો છે. જુઓ એવું શું બન્યું પીડિયા સાથે
સામૂહિક બળાત્કારનો મામલો :આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજી તાલુકાની એક વિધવા મહિલાએ તેમની સાથે થયેલા બનાવમાં તેમના નણદોયા અને અન્ય એક શખ્સ વિરુદ્ધ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી હતી. આ બનાવમાં વિધવા મહિલાની નણંદો તેમજ સાસુએ પણ મદદ કરી હોવાની ફરિયાદ કરી હતી.
પીડિતા પહોંચી હાઈકોર્ટની શરણે : આ બનાવ અંગે મહિલાએ અગાઉ પણ દુષ્કર્મ બાબતે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે મહેનત કરી હતી. પરંતુ જે તે સમયના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરે આ મહિલાની ફરિયાદ ન નોંધી અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી કરતા મહિલાએ અંતે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટેનો આદેશ :આ મામલે પીડિતાએ પોતાના વકીલ મારફત ફરીયાદ દાખલ કરવા માટે પિટિશન ફાઇલ કરી હતી. આ પિટિશન બાદ ગુજરાત હાઇકોર્ટે મહિલાની ફરીયાદ નોંધવા માટે પોલીસને હુકમ ફરમાવેલ છે. આ બાબતમાં ધોરાજી તાલુકા પોલીસ મથકમાં અંતે ભોગ બનનાર મહિલાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં મહિલાએ તેમના નણદોયા, નણંદો તથા સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિધવા મહિલાની વ્યથા :પતિના અવસાન બાદ વિધવા મહિલાની એકલતાનો લાભ લઈ મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનાને સામુહિક રીતે અંજામ આપ્યો હતો. આ બાબતે તમામ આરોપીઓ સામે ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ વિધવા મહિલાની ફરિયાદ અનુસાર IPC કલમ 376(d), 323, 506(2), 342, 114 મુજબ ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ કાર્યવાહી :ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ 26 માર્ચના રોજ નોંધાયેલ પોલીસ ફરિયાદ અંગે માહિતી માટે ધોરાજી તાલુકા પોલીસના તપાસ અધિકારીનો સંપર્ક કરતા તપાસ અધિકારી અને ધોરાજી તાલુકા પોલીસના પોલીસ સબ ઇન્સ્પેકટર વિક્રમસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં આ સમગ્ર બનાવ અંગેની હાલ તપાસ ચાલી રહી છે અને હાલ આ મામલે કોઈપણ અટકાયત કરી નથી અને વધુ તપાસ ચાલુ છે.
સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ :આ અંગે એવી વિગતો પ્રાપ્ત થઈ છે કે, વર્ષ 2021 માં વિધવા મહિલાના પતિના અવસાન બાદ તેમના સાસરિયાઓ વિધવા મહિલા પર ખોટા ગંભીર આક્ષેપો કરી વારંવાર શારીરિક અને માનસિક દુઃખ, ત્રાસ આપતા હતા. આ વિધવા મહિલાના માતા−પીતાનું અવસાન થયું છે તથા તેના પરિવારના કોઈ સભ્ય ભારતમાં ના રહેતા હોવાનો ગેરલાભ લઈ અને તેની એકલતાનો લાભ લઈ આરોપીઓએ વિધવા મહિલાના પતિના હકની મિલકત જબરદસ્તી પચાવી પાડી હતી. વિધવા મહિલાને તથા તેના બે સગીર બાળકોને ઘરમાંથી કાઢી મુક્યા હતા તથા ગામ તેમજ વિસ્તાર બળજબરીથી મુકાવ્યું હોય તેવી પણ માહિતી સામે આવી છે.
- Rajkot Crime : ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીની પૂછપરછમાં ખુલ્યું અન્ય આરોપીનું નામ, ધોરાજી પોલીસે શોધખોળ શરુ કરી
- Dhoraji Court : મેરવદરમાં ઘાતક હુમલાના કેસના આરોપીઓને ધોરાજી કોર્ટે સજા ફટકારી, જાણો સંપૂર્ણ મામલો...