ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના અગ્નિકાંડ બાદ ઉપલેટામાં કોઈ હલચલ ન દેખાતા તંત્ર આળસના મૂડમાં, જાણો ETV BHARAT નો વિશેષ અહેવાલ.. - Upleta special report of ETV BHARAT - UPLETA SPECIAL REPORT OF ETV BHARAT

રાજકોટના અગ્નિકાંડ બાદ ઠેર-ઠેર ચકાસણી અને તપાસણી તેમજ સુરક્ષાઓ અને સેફટીની કામગીરી સરકારે તંત્ર દ્વારા ચલાવાઇ રહી છે ત્યારે રાજકોટ જીલ્લાના ઉપલેટામાં કોઈ હલચલ ન દેખાતા તંત્ર આળસના મૂડમાં હોય તેવું જણાઈ આવ્યું છે. જુઓ ETV BHARAT ના આ વિશેષ અહેવાલમાં.. Upleta special report of ETV BHARAT

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં કોઈ હલચલ ન દેખાતા તંત્ર આળસના મૂડમાં હોય તેવું જણાઈ આવ્યું છે.
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં કોઈ હલચલ ન દેખાતા તંત્ર આળસના મૂડમાં હોય તેવું જણાઈ આવ્યું છે. (Etv Bharat GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jun 13, 2024, 2:21 PM IST

રાજકોટ: રાજકોટમાં ગેમ ઝોનની અંદર આગ લાગવાની ઘટના બનતા અનેક લોકોના જીવ હોમાઈ ચૂક્યા છે, ત્યારે આ ઘટના બાદ તંત્ર અને સરકાર દ્વારા વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં જાહેર જગ્યાઓ ઉપર આવતા બિલ્ડીંગો તેમજ જાહેર જગ્યાઓ પર સુરક્ષા તેમજ નિયમો અને કાયદા મુજબની ઈમારતોમાં યોગ્ય અને નિયમ મુજબ સુવિધાઓ અને કામગીરી ન હોય તેના પર તપાસ શરૂ થઈ છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોઈપણ પ્રકારની ચકાસણી તપાસણી કે સીલ મારવાની કામગીરી નહીં દેખાતા ઉપલેટાના બેદરકાર અને જવાબદાર તંત્ર ઉપર ફરી આળસના આક્ષેપ લાગી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

ETV BHARAT નો વિશેષ અહેવાલ (ETV BHARAT GUJARAT)

ઉપલેટાનું તંત્ર બન્યુ આળસુ: જવાબદાર તંત્રની આળસને કારણે અગાઉ ગંભીર દુર્ઘટનાઓ બની ગઈ છે, અને ઘટનાઓના કારણે તંત્ર ઉપર ફિટકારોની વરસાદ પણ વરસી ચુકી છે. ત્યારે ઉપલેટાના આ જ આળસુ તંત્ર પુનઃ ફરી આળસુ બની ગયા હોય તેવું જાહેરમાં આક્ષેપ લાગી રહ્યો છે. કારણ કે, તંત્રના મતે તો જાણે ઉપલેટામાં બધું સલામત હોય તેમ કોઈપણ ચકાસણી કે તપાસણી કરવામાં આવી નથી. તંત્ર પણ અંદરખાને સેટલમેન્ટ કરી ઢાંક પીછોડા કરવા માટે પ્લાન બનાવતી હોય અને કોઈ કાર્યવાહી નહીં કરતા ઉપલેટાનું તંત્ર પુનઃ અગાઉની જેમ આળસુ હોય તેવી પુનઃ ચર્ચા શરૂ થઈ છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોઈપણ પ્રકારની ચકાસણી તપાસણી કે સીલ મારવાની કામગીરી નહીં (ETV BHARAT GUJARAT)

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકા વિસ્તારની અંદર અનેક શાળા, કોલેજ, હોસ્પિટલ, લેબોરેટરી, કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, હોટલ, રેસ્ટોરન્ટ, સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ સહિત અનેક ઇમારતો અને સંસ્થાઓ સહિતની ઇમારતો ઊભી છે, ત્યારે આ ઇમારતો, સંસ્થાઓ અને જાહેર કચેરીઓમાં પૂરતી સુરક્ષા અને નિયમ મુજબની કામગીરી થાય છે કે નહીં, તેને લઈને સરકાર અને તંત્ર દ્વારા ચકાસણીને તપાસણી કરવામાં આવી રહી છે. જેમાં એક બાદ એક નિયમનું પાલન ન કરનાર કચેરી કે કોઈપણ બિલ્ડીંગ ઉપર સીલ અને તવાઈની કામગીરી શરૂ છે ત્યારે ઉપલેટામાં તંત્રના આળસથી જાણે બધું સલામત હોય તેમ સમજીને તંત્ર કોઈ કામગીરી નથી કરતું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોઈપણ પ્રકારની ચકાસણી તપાસણી કે સીલ મારવાની કામગીરી નહીં (ETV BHARAT GUJARAT)

ઉપલેટાનું તમામ તંત્ર કોઈ તસ્દી નથી લઈ રહ્યું: ઉપલેટામાં સરકારી કચેરીઓ, ખાનગી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ જાહેર પબ્લિક અવન જવન થતું હોય, ત્યાં સુરક્ષાને લઈને ખાસ કરીને સ્કૂલ, કોલેજ અને જાહેર સંસ્થાઓ જેમ કે બેંક સહિત જે જગ્યાઓ પર લોકોની વધુ ભીડ હોય છે, ત્યાં સુરક્ષા અને નિયમો મુજબની તમામ કામગીરીઓ અને સુરક્ષાની કામગીરી છે કે નહીં, તે તપાસ કરવા માટેની ઉપલેટાનું તમામ તંત્ર કોઈ તસ્દી નથી લઈ રહ્યુ. જેના કારણે ઉપલેટાના તંત્રમાં આળસ ઘર કરી ગઈ હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. કારણ કે, અગાઉ તંત્રની આળસના કારણે એક બહુ મોટી જાનહાની ટળી ગઈ હોવાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યારે ઉપલેટા તંત્ર કોઈના મોતની અથવા ગંભીર દુર્ઘટનાની રાહ જોઈ અને પોતે બેદરકાર સાબિત થવા માંગતું હોય તેવી ઉપલેટાની જાહેર જનતા ચર્ચા કરી રહી છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોઈપણ પ્રકારની ચકાસણી તપાસણી કે સીલ મારવાની કામગીરી નહીં (ETV BHARAT GUJARAT)

આ બાબતમાં જાગૃત નાગરિકોના જણાવ્યા પ્રમાણે:ઉપલેટાનું તંત્ર સુરક્ષા નિયમો સૂચનો અને હુકમ મુજબનું આગામી દિવસોમાં કામ નહીં કરે તો તંત્રના જવાબદાર અધિકારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ જવું પડશે તો જ તેમની આળસ અને અણઆવડત ચોક્કસપણે ભાંગશે તેવું જણાવ્યું છે, ત્યારે તંત્ર કામગીરી નહીં કરે તો ઉચ્ચ કચેરી ખાતે કાયદેસરની પુરાવા સાથેની ફરિયાદો કરવામાં આવશે તેવી પણ મીડિયા સમક્ષ સૂત્ર પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે. હવે જોવાનું એ રહ્યું કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગે છે કે કેમ તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે. પરંતુ, જો તંત્ર નહીં જાગે તો મીડિયા અને જાગૃત નાગરિકો અને આગેવાનો તંત્રની ભાગદોડમાં ચોક્કસપણે ટૂંક સમયમાં વધારો કરશે તે નક્કી છે.

તાજેતરની અંદર રાજકોટની બનેલી દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સરકાર અને તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાને લઈ ચકાસણી અને તપાસણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે અને લેવાયેલા પગલાં અંગે માહિતી અને વિગતો મેળવવા ETV BHARAT દ્વારા ઉપલેટા નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કર્યો હતો ત્યારે મુખ્ય અધિકારીનો સંપર્ક કર્યા બાદ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ રજા ઉપર હતા અને તેઓ હમણાં જ હાજર થયા છે આથ આટલા દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવી અને શું પગલાં લેવામાં આવ્યા તેમનો તેમને કોઈ ખ્યાલ નથી, અને બે દિવસ બાદ તેઓ કાર્યવાહીના અહેવાલો રિપોર્ટ નિરીક્ષણ કર્યા બાદ જવાબ આપશે એવું જણાવ્યું હતું. જ્યારે આ અંગે ETV BHARAT દ્વારા પુનઃ કચેરી ખાતે અધિકારી પાસે માહિતી અને વિગતો મેળવવા ગયા હતા, ત્યારે અધિકારી નીકળી ગયા, જેથી જણાય છે કે, આ મામલે અધિકારી માહિતીઓ જાહેર કરવા ન માંગતા હોય અને જવાબ આપવાથી છટકી રહ્યા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details