કચ્છ: વર્ષ 2005માં ગુજરાત સરકારે નવીનાળ સહિત ત્રણ ગામના ગૌચરની 129 હેક્ટર જમીન અદાણી ગ્રુપને પોર્ટ તથા સેઝનો વિકાસ કરવા માટે ફાળવવામાં આવી હતી. રાજ્ય સરકારે અદાણી જૂથ પાસેથી જમીન ફાળવણી પેટે 30 ટકા પ્રિમિયમ સહિત કુલ 37.39 લાખ રૂપિયા વસૂલ્યાં હતાં.
108 હેક્ટર ગૌચર સહિતની જમીન પરત લેવા ઠરાવ:સરકારે અદાણી પોર્ટને જે ગૌચર જમીન ફાળવી હતી, તેના બદલામાં આ ગામોને ગૌચરની વૈકલ્પિક જમીન ફાળવવા જણાવ્યું હતું. પરંતુ આ પ્રક્રિયામાં નવીનાળ ગામને ગામથી દૂર અલગ અલગ ટૂકડામાં ગૌચરની વૈકલ્પિક જમીન ફાળવવામાં આવી હતી. જે બાદ વર્ષ 2011માં નવીનાળ ગ્રામ પંચાયતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગામને ગામમાં જ ગૌચર જમીન ઉપલબ્ધ કરાવવા સૂચના આપતાં ગુજરાત સરકારે નવીનાળની 108 હેક્ટર ગૌચર સહિતની જમીન પરત લેવા ઠરાવ કર્યો હતો.
અદાણી ગ્રુપ દ્વારા સુપ્રિમમાં અરજી કરાઇ:5 જુલાઈના ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ ઠરાવ અંગે ગુજરાત સરકારને જાણ કરવામાં આવી હતી. અદાણી ગ્રુપે સરકારના આ નિર્ણયનો વિરોધ કરી અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં આજે અદાણીને સ્ટે મળ્યો છે. કચ્છ જિલ્લાના નવીનાળ ગામના રહેવાસીઓએ અદાણી પેઢીને 231 એકર 'ગૌચર' જમીન ફાળવવાના નિર્ણય સામે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો:મુન્દ્રાના અદાણી પોર્ટના પીઆરઓ જયદીપ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે અદાણી ગ્રુપને આપવામાં આવેલી જમીન પાછી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર SCએ સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. જેમાં રાજ્ય સરકારને મુંદ્રા પોર્ટ નજીક 2005માં અદાણી ગ્રુપ એન્ટિટીને આપવામાં આવેલી લગભગ 108 હેક્ટર ગૌચર જમીન પરત લેવાની પ્રક્રિયા ફરી શરૂ કરવા જણાવ્યું હતું.
ન્યાયના હિતમાં પ્રતિબંધિત આદેશ પર સ્ટે મૂકવો જરૂરી: ન્યાયાધીશ બી.આર.ગવઈ અને કે.વી.વિશ્વનાથનની બેન્ચે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની અપીલની નોંધ લીધી હતી કે ન્યાયના હિતમાં પ્રતિબંધિત આદેશ પર સ્ટે મૂકવો જરૂરી છે. અને આ ઠરાવ અંગે "નોટિસ જારી કરો તેમજ અસ્પષ્ટ આદેશ પર સ્ટે રાખો" તેવું બેન્ચે જણાવ્યું હતું.
બાબતને 26 જુલાઈ માટે મુલતવી રાખવામાં આવી:5 જુલાઈના રોજ, રાજ્ય સરકારે હાઈકોર્ટને જાણ કરી હતી. કે તે વર્ષ 2005માં અદાણી ગ્રુપની એન્ટિટીને આપવામાં આવેલી લગભગ 108 હેક્ટર 'ગૌચર' જમીન પાછી લેશે. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવના સોગંદનામાની નોંધ લેતા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે , હાઇકોર્ટ સંબંધિત સત્તાધિકારીઓ/અધિકારીઓને કાયદા અનુસાર પુનઃપ્રારંભની પ્રક્રિયા પૂર્ણ કરવાની આવશ્યકતા રાખે છે જેથી આ બાબતને 26 જુલાઈ માટે મુલતવી રાખવામાં આવી છે.
- જો તમારી પાસે તમારા નામે એકથી વધુ સિમ કાર્ડ છે, તો તમને દંડ અને જેલ થશે - new sim card rules in india
- આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ કુલ 1,67,800થી વધુ લાભાર્થીઓનું ધિરાણ કરાયુંં મંજૂર - Atmanirbhar Gujarat Sahay Yojana