અમદાવાદઃઅમદાવાદમાં ગરબા સ્થળે પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખવાની છે. મહિલા પોલીસ દ્વારા શહેરમાં યોજાતા શેરી ગરબાની વિગત એકઠી કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સી ટિમ તૈનાત કરાશે. પાર્ટી પ્લોટ શેરી ગરબામાં સીસીટીવી ફરજિયાત રખાશે. સીસીટીવી દ્વારા નવરાત્રીમાં પોલીસ રાખશે ચાંપતી નજર રોડ તરફ કેમેરા ન હોય ત્યાં કેમેરા લાગવા સૂચના ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકોને પોલીસ પાઠ ભણાવશે.
નવરાત્રીને હવે ગણતરીના દિવસો
દુનિયાભરમાં પ્રખ્યાત એવા ગુજરાતના ગરબા, એટલે કે નવરાત્રીને આડે ફક્ત ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફુલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેથી કરીને કોઈપણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે એ પ્રકારે પાર્ટીપ્લોટ, ગરબા ગ્રાઉન્ડનાં પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઈટો ફરજિયાત લગાવવામાં આવશે. તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવા પડશે. આ ઉપરાંત શી ટીમ (SHETeam) ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો પર ચાંપતી નજર રાખશે.
નવરાત્રીમાં છેડતી કરનારા રોમિયોની ખેર નહીં (Etv Bharat Gujarat) નવરાત્રિ દરમિયાન મહિલા સુરક્ષા અંગે અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનનાં એસીપી હિમાલા જોષીએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસ પાસેથી વેન્યૂની યાદી બનાવવામાં આવશે. જેમાં આયોજકોને સાથે રાખીને વેન્યૂની આસપાસના વિસ્તારમાં તથા હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર અથવા કોમર્શિયલ સ્થળ પર સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવામાં આવશે. આ ઉપરાંત સિગ્નલ અથવા તો ચાર રસ્તા સહિત મુખ્ય માર્ગો અને અંદરના ગલીવાળા માર્ગ ઉપર પણ સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. ખાસ કરીને રોડ રસ્તા તરફ જે દુકાનો અથવા ફૂડ સ્ટોલ હોય ત્યાં ખાસ 24 કલાક સીસીટીવીથી નજર રાખવામાં આવશે. તદુપરાંત વેન્યૂની આસપાસ, જ્યાં લાઈટ ઓછી છે અથવા તો લાઈટ નથી ત્યાં પણ પૂરતી લાઇટની વ્યવસ્થા કરીને સીસીટીવી લગાવવામાં આવે એ પ્રકારે આયોજન કરવામાં આવશે.
- સાવધાન ! શું તમે પણ સિંહ દર્શન માટે બુકિંગ કરી રહ્યા છો ? તો આ લેખ ખાસ વાંચો... - Sasan Gir Lion Safari
- નડિયાદ પાસે કાર કેનાલમાં ખાબકી, એક વ્યક્તિનું મોત - Kheda accident