ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં નકલી દૂધનું વેપલો, નકલી દૂધ વેંચનારો આરોપી ઝડપાયો - ACCUSED SELLING FAKE MILK CAUGHT

અમરેલીનો એક વ્યક્તિ નકલી દૂધનો વેંચાણ કરતો હોવાનું જાણવા મળતા અમરેલી SOG એ આરોપીની અટકાયત કરી છે.

અમરેલીમાં નકલી દૂધ વેંચનારો આરોપી ઝડપાયો
અમરેલીમાં નકલી દૂધ વેંચનારો આરોપી ઝડપાયો (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2024, 1:01 PM IST

અમરેલી:બહારનું ખાતા પિતા લોકોએ ચેતવીને રહેવાની જરુર છે.ત્યારે આજે ખાણી પીણીની લારીઓ અને વહેચાણ કરતા લોકો વધુ પૈસા કમાવવાની લાલચે ખાદ્ય સામગ્રીમાં ચેડા કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે.ત્યારે અમરેલીમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.અમરેલીમાં દિવાળીના સમયે જ દૂધની ભેળસેળ કરતા યુવકને ઝડપી લેવામાં આવ્યો છે.

અમરેલીમાં નકલી દૂધનો પર્દાફાશ થયો: અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારની અંદર રહેતા એક વ્યક્તિએ પોતાના ઘરે મિલ પાઉડર અને એસિડ વેપ પાવડરનો ઉપયોગ કરી ભેળસેળ વાળું દૂધ તૈયાર કરી અને વેચાણ કરતો હતો. જેની મળેલી બાતમીના આધારે LCB અને SOG ને મળી હતી અને બાતમીના આધારે યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. ખાંભા વિસ્તારમાં રાત્રિના સમયે મીતીયાળા રોડ ઉપર આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે 34 વર્ષીય ગુણવંત શામજી નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. જેઓ પાસેથી ₹2,21,000 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમરેલીમાં નકલી દૂધ વેંચનારો આરોપી ઝડપાયો (Etv Bharat gujarat)

અમરેલી SOG એ આરોપીની અટકાયત કરી: મળતી માહિતી મુજબ અમરેલી SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કામગીરી કરી છે. ખાંભાના મીતીયાળાના રહેણાંકી મકાનમાં દૂધમાં ભેળસેળનો પર્દાફાશ થયો હતો. અમરેલી SOG એ બનાવટી દૂધને પ્લાસ્ટીક થેલીમાં પેક કરતા યુવકની અટકાયત કરી હતી. બહારથી દૂધ મંગાવીને મિલ્ક પાઉડર ભેળવીને ભેળસેળ કરતા યુવક સામે કાર્યવાહી કરી છે. એસિડ વે હોમથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરીનો અમરેલી SOG એ પર્દાફાશ કર્યો હતો. જેમાં આરોપી પાસેથી 2 લાખ 21 હજારના મુદ્દામાલ સાથે ગુણવંત શામજી કળસરિયાની અટકાયત કરી હતી. નકલી દૂધના નમૂના પૃથક્કરણ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

  1. લ્યો બોલો... હવે નકલી કોર્ટ ઝડપાઈ, ભેજાબાજે કર્યુ આવું કારસ્તાન
  2. 16 ચોરાઉ વાહન સાથે ઝડપાયો "બાઈક ચોર", જાણો કેટલા જિલ્લામાં હાથ માર્યો

ABOUT THE AUTHOR

...view details