ગુજરાત

gujarat

ETV Bharat / state

હત્યારો મિત્ર : રાજકોટના રૈયાધારમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો સમગ્ર મામલો - Rajkot murder case - RAJKOT MURDER CASE

તાજેતરમાં રાજકોટના રૈયાધારમાં એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જે બાદ એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ખુલ્યો છે.

યુવકની હત્યા કરનાર આરોપી મિત્ર
યુવકની હત્યા કરનાર આરોપી મિત્ર (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 4:09 PM IST

રાજકોટ :સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રવિવારના રોજ સવારે એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવક સાથે CCTV ફૂટેજમાં દેખાતો શખ્સ શંકાના દાયરામાં હતો, તે શખ્સને પોલીસે ઝડપી લેતા હત્યાનો ભેદ ઉકેલી ગયો હતો. દારૂની મહેફિલમાં માથાકૂટ થતાં મિત્રને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાની આરોપીએ કબુલાત આપી હતી.

રૈયાધારમાં હત્યાનો બનાવ :બનાવની મળતી વિગત મુજબ મૃતકની માતા હીરાબેનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. વિનોદની પત્ની આઠેક મહિનાથી રિસામણે હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા એક શખ્સ શનિવારે વિનોદની સાથે જતો દેખાયો હતો. ત્યારબાદ એ જ શખ્સ વિનોદની લારી અવાવરૂ સ્થળે છુપાવતો હોવાનું પણ કેમેરામાં કેદ થયું હતું. આમ તે શખ્સ શંકાના દાયરામાં હતો.

કોણ છે હત્યારો :તે શખ્સ રાધનપુરનો વતની અજય ગોવિંદ દેવીપૂજક હોવાનું જાણવા મળતા પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી હતી. આખરે પોલીસ ટીમે આરોપીને ગ્રીનલેન્ડ ચોકડી પરથી ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અજયે કહ્યું કે, શનિવારે આરોપી તથા વિનોદ દારૂ પીવા સાથે બેઠા હતા. દારૂ પીતી વખતે વિનોદ ગાળો ભાંડવા લાગ્યો હતો. તેને ગાળો બોલવાની ના કહેતાં તે વધુ ગાળો દેવા લાગ્યો હતો.

મિત્ર બન્યો હત્યારો :અંતે આરોપીએ ઉશ્કેરાઇને પોતાના જ મિત્રને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હતો. હત્યા કર્યા બાદ પોતે આરોપી વતન રાધનપુર નાસી ગયો હતો. રાજકોટમાં તે રૈયાધારમાં રહી ફ્રુટનો વેપાર કરતો હતો. પોલીસે આરોપીની વિશે પૂછપરછ શરૂ કરી હતી.

  1. રાજકોટમાં એક યુવાને દગાથી તેના મિત્રની હત્યા કરી નાંખી
  2. ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારને પોલીસે દબોચ્યો

ABOUT THE AUTHOR

...view details