સાબરકાંઠા:સાબરકાંઠાનું હિંમતનગરમાં બે દિવસ અગાઉ વહેલી સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા યુવક સાબર ડેરી નજીક વાદી પરિવારનો હોવાનું ખુલ્યું હતું. સાથે સાથે પોલીસે આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો હત્યાનો હોવાનું બહાર આવતા પોલીસે આ મામલે ચાર યુવકોની અટકાયત કરી છે.
શું છે સંપૂર્ણ મામલો: પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હિંમતનગરના હાજીપુરની સીમમાં સાબર ડેરી નજીક રહેતા દિલીપ વાસફોડાને ધાણધા ખાતે રહેતા દિનેશભાઈ વાદીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જેના પગલે બે દિવસ અગાઉ રાત્રિના સમયે સમગ્ર સંબંધ મામલે સમાધાન કરવાના બહાને તેને હાજીપુર બોલાવ્યો હતો, જ્યાં દિનેશભાઈએ દિલીપભાઈને માથામાં તેમજ મોઢા ઉપર બોથડ પદાર્થના ફટકા મારી સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતાર્યો હતો.