સુરત: સુરતમાં એમેઝોન કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા છેતરપીંડી કરતા ઇસમોને સુરતની અડાજણ પોલીસે ઝડપી પડ્યો છે. આ બાબતે ACP બી. એમ. ચૌધરીએ જણાવ્યું કે, અડાજણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓનો જે GST નંબર છે તેનો કોઈ વ્યક્તિ લાભ લઇ રહ્યો છે અને છેતરપિંડી પણ કરી રહ્યો છે. તે સાથે જ ઓનલાઇન ફર્મ પ્રોડક્ટ વેચી રહ્યો છે.
લ્યો ! GST નંબરથી ઓનલાઈન છેતરપિંડી થઈ, ત્રણ ભેજાબાજ આરોપીને પોલીસે દબોચ્યા - cyber fraud in surat - CYBER FRAUD IN SURAT
સુરતમાં એમેઝોન કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ છેતરપીંડી કરતા ઇસમોને સુરતની અડાજણ પોલીસે ઝડપી પડ્યો છે. ફરિયાદીનો GST નંબર તથા પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરી છેતરપીંડી કરતા ઇસમોને સુરતની અડાજણ પોલીસે ઝડપી પડ્યો છે. આરોપીઓ આર્થિક લાભ મેળવા માટે ફરિયાદીના જાણ બહાર ઓનલાઇન ફર્મ છેતરપિંડી કરતા હતા., જાણો વિગતે અહેવાલ...
Published : Aug 3, 2024, 4:01 PM IST
આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ત્રણ ઈસમો આ પ્રકારનું કાર્ય કરતા હોય તેવું ધ્યાને આવતા આજરોજ પોલીસે આરોપી અમીતભાઈ નરસિંહભાઈ જીવાણી, હેતકુમાર અમૃતભાઈ ચૌહાણ અને અશ્વીનભાઈ વિનુભાઈ આંબલીયાને ઝડપી પડ્યો છે. પકડેલા ત્રણે આરોપીઓ ફરિયાદીની જાણ બહાર તેમનો GST નંબર એમોઝોન કંપનીમાં રજીસ્ટર કરાવી પ્રોડક્ટો બનાવી તેનું ડુબલીકેટ માલ વેચી રહ્યા હતા.
આરોપીઓ ફરિયાદી પાસે GST નંબર લઇ તેનું એમોઝન કંપનીમાં રજીસ્ટર કરાવ્યું હતું. જેથી કોઈ પણ ઓનલાઇન ઓડૅર આવે અને આ કામના આરોપીઓ પાસે ઓર્ડર એમેઝોન કંપની મોકલી આપતી હતી. જેનો લાભ આરોપીઓ સીધે સીધું લેતા હતા એટલે કે જે પ્રોડક્ટ એમેઝોન પરથી મોકલવામાં આવતો હતો જે અસલી હતો. પરંતુ આરોપીઓ ફરિયાદીના GST નંબરના આધારે ડુબલીકેટ વસ્તુઓ મોકલી આપતા હતા. આરોપીઓ ફરિયાદીનો GST નંબર કઈ રીતે મેળવ્યો. હાલ સમગ્ર મામલે પોલીસે ત્રણે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.