હાઇવે પર મદદ માંગવાના બહાને લૂંટ સુરત :ઓલપાડ તાલુકાના કીમ-સાયણ રોડ પર ચકચારી લૂંટની ઘટના બની હતી. લૂંટારુઓએ કાર ખરાબ થઈ હોવાથી મદદ માંગવાના બહાને સુરતના વેપારીને બેહોશ કરી 28 લાખથી વધુ કિંમતના ઘરેણાની લૂંટ ચલાવી હતી. આ મામલે સુરત પોલીસે તાત્કાલિક એક્શન લઈ લૂંટના મુખ્ય સુત્રધાર સહિત પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.
સુરતના વેપારી બન્યા ભોગ : આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભોગ બનનાર મનોજ ગોયલ સુરતના અડાજણ ખાતે સ્થિત 58 સિલ્વર લિફ્ટ એપાર્ટમેન્ટમાં રહે છે. સુરતના વેપારી મનોજ રાજમલ ગોયલ ઓલપાડ તાલુકાના કીમ સાયણ રોડ પર ઓભલા ગામના હદ વિસ્તારમાંથી પોતાની ફોર્ચ્યુનર કાર લઈ રાત્રે 11 વાગ્યાની આસપાસ પસાર થઈ રહ્યા હતા.
મદદ માંગવાના બહાને લૂંટ : આ વખતે રસ્તામાં સફેદ રંગની ટાટા નેક્સોન ગાડી ઉભી હતી અને કાર પાસે આશરે 35 થી 40 વર્ષીય ઈસમ ઉભો હતો. તેની સાથે ચાર અજાણી મહિલા પણ ઉભી હતા. તેઓની ઉંમર આશરે 30 થી 35 અને સલવાર સૂટ પહેરેલા હતા અને હિન્દી ભાષા બોલતા હતા તેમ જાણવા મળ્યું છે. આરોપીઓએ અગાઉથી લૂંટનું કાવતરું રચ્યું હોય તેમ કાર બંધ પડી ગઈ હોવાનું જણાવી ત્યાંથી કારમાં પસાર થતા ભોગ બનનાર વેપારીને ધક્કો મારી મદદ કરવા જણાવ્યું હતું.
બનેલ લૂંટની ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને સુરત જિલ્લા પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે બુધવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. -- વી.આર. ચોસલા (PSI, કિમ પોલીસ સ્ટેશન)
28 લાખના દાગીના છૂં : ફરિયાદી મનોજ ગોયલનો ડ્રાઈવર પંકજ કડુ નીચે ઉતરી મદદ માટે ગયો હતો. આ સમયે આરોપીઓએ ઝપાઝપી કરી કોઈ ઘેની પદાર્થ સુંઘાડી ડ્રાઈવરને બેભાન કરી દીધો હતો. બાદમાં ફરિયાદી વેપારીને પણ પકડી લઈ તેનું સોનાનું બ્રેસલેટ લૂંટી લીધું હતું. આ ઝપાઝપી દરમિયાન વેપારીને પણ કોઈ પ્રવાહી છાંટી બેભાન કરી દીધા અને બીજા દાગીના લૂંટી લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસ કાર્યવાહી : આ લૂંટની ઘટના અંગે જાણ થતા જિલ્લા LCB અને કીમ પોલીસે અલગ અલગ જગ્યાએ CCTV ચેક કરી અંગત રિસોર્સ સાથે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સુરત પોલીસ LCB શાખાને આરોપીઓ અંગે બાતમી મળી હતી કે, સુરતના વેપારી પાસેથી 28 લાખના દાગીનાની લૂંટ કરનાર આરોપી તથા મહિલાઓ એક સફેદ નેક્સોન કારમાં નવસારીથી નેશનલ હાઇવે પર પલસાણા થઈ સુરત તરફ જવાના છે.
લૂંટારુઓ ઝડપાયા :આ બાતમીના આધારે પોલીસ દ્વારા પલસાણા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી એક પુરુષ અને ત્રણ મહિલાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની અંગઝડતી કરતા તેમની પાસેથી સોનાના દાગીના મળી આવ્યા તથા ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના સાથે કુલ 37.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બુધવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
- Surat: માસૂમ બાળકીનો દેહ ચૂંથ્યાં બાદ નરાધમ 10 રૂપિયા આપતો, 1 મહિનામાં 10થી વધુ વખત માસૂમને હવસનો શિકાર બનાવી
- Surat: ચોર સાથે ચોરીના દાગીના ખરીદનારો વેપારી પણ ઝડપાયો, સુરતના ભદોલ ગામે 36 તોલા સોનાની કરી હતી ચોરી