રાજકોટ: રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી અને ક્ષત્રિય આંદોલનના વડા પી.ટી.જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મનીલોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં કારખાનેદારને 60 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા બાદ 70.80 લાખ ચૂકવી દીધા હોવા છતા પઠાણી ઉધરાણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજની ફાઇલ અને ચેક પરત ન આપતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી સુરેશ પરમારે જણાવ્યું હતું કે, 'ફેબ્રુઆરી 2024માં મારે ધંધાના કામે 60 લાખની જરૂર પડતા મેં મારા 20 વર્ષ જૂના મિત્ર યશપાલ પટગીરને વાત કરતા તેણે મને કહેલું કે પ્રવીણસિંહ ટપુભા જાડેજા (પી.ટી જાડેજા) કે જેઓ વ્યાજે પૈસા આપે છે અને જેમની ઓફિસ બીગ બજારમાં આવેલી છે મેં તેમની સાથે વાત કરેલી છે. તેમની ઓફિસે હું તથા યશપાલભાઈ બંને પી.ટી જાડેજાને રૂબરૂ મળવા ગયેલા અને ત્યા પી.ટી.જાડેજા હાજર હતા.