સુરત:જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. ઉશ્કરે ગામ ખાતે આવેલ સરસ્વતી શાળાની બસ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને લઈને શાળાએ જઈ રહી હતી તે દરમિયાન ઉશ્કેર ગામ નજીક હાઇવા ડમ્પર અને સ્કૂલ બસ સામ સામે અથડાયા હતા. બનેલ અકસ્માતની ઘટનાને લઇને સ્કૂલ બસ ચાલક, એક શિક્ષક સહિત 25 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક માંડવી તાલુકાના તડકેશ્વર ગામ ખાતે આવેલ શિફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
માંડવી પોલીસ મથકના ASI જશવંત ભાઈએ જણાવ્યું હતું કે બનેલ અકસ્માતની ઘટનામાં બસ ચાલક, શિક્ષિકા સહિત 25 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ છે. અમારી ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તના નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.