ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીના આસિ. PF કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરને 5 લાખની લાંચ લેતા ACB એ ઝડપ્યા - Vapi ACB trap - VAPI ACB TRAP

વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખની લાંચ લેતા ઝડપી પડતા સરકારીબાબુઓમાં ફફડાટ ફેલાયો છે. - ACB raid in Vapi

5 લાખની લાંચ લેતા ACB એ ઝડપ્યા
5 લાખની લાંચ લેતા ACB એ ઝડપ્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2024, 9:01 PM IST

વાપી:વાપી ખાતે કાર્યરત PF કચેરી ખાતે બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા પેટે 5 લાખ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં ACB એ છટકું ગોઠવી વાપીના આસિસ્ટન્સ PF કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરને 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

5 લાખ લેતા રંગેહાથ ઝડપાયાઃ વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં ACBની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અધિકારી હર્ષદકુમાર પરમાર અને બીજા ક્લાસ ટુ અધિકારી સુપ્રભાત રંજન તોમરને 5 લાખની લાંચ લેતા ઝડપી પડતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. ACB ની ટીમે બંને લાંચીયા અધિકારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે ઝડપાયા બંને? આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના PF કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી PF કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી PF કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા આસિસ્ટન્સ PF કમિશનર હર્ષદ લખુજીભાઈ પરમાર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહીં હોવાથી તેમણે ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જે ફરિયાદ આધારે મદદનીશ નિયામક સુરતના આર. આર. ચૌધરીના સુપરવિઝનમાં ACB PI જે. આર. ગામીત અને તેમની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી.

ACB ની આ ટ્રેપમાં આસિ. PF કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબીની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી. અને બંનેે અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  1. અમદાવાદમાં ડેન્ગ્યુનો રાફડો ફાટ્યો, 7 દિવસમાં 172 કેસ નોંધાયા - AHMEDABAD HEALTH UPDATES
  2. વાહ શું વાત છે ! 42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ, 52 કરોડના ખર્ચે તોડવામાં આવશે - Ahmedabad Hatkeswar Bridge

ABOUT THE AUTHOR

...view details