પૂર્ણેશ્વર મહાદેવને સવા લાખ બીલીપત્રનો અભિષેક (ETV Bharat Gujarat) વલસાડ: શ્રાવણ માસ શરૂ થતાં આવતી તિથિમાં પ્રથમ નક્ષત્ર શ્રવણ આવે છે તેથી એ શ્રાવણ માસથી ઓળખાય છે. વળી વર્ષા ઋતુમાં શ્રાવણ માસમાં શિવને ચઢાવવામાં આવતા અનેક પુષ્પો અને પર્ણો પણ આ ઋતુમાં જ ખીલે છે, જેથી શિવને પણ શ્રાવણ માસ પ્રિય હોવાનું સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરાયો છે.
સત્યનારાયણની મહાપૂજાનું આયોજન (ETV Bharat Gujarat) પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે દરરોજ કથાનું આયોજન:વલસાડ તાલુકાના ફલધરા ગામે આવેલા પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના 30 દિવસ દરરોજ ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે. દરરોજના અહીં 10 થી 15 જેટલા યજમાનો ભગવાન સત્યનારાયણની કથા શિવના સાનિધ્યમાં કરે છે. લોકોની માન્યતા છે કે શ્રાવણ માસમાં કથા કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવ પાસે રાખવામાં આવેલી માનતા પણ પૂર્ણ થાય છે. તેથી જ તેમનું નામ પૂર્ણેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે.
સત્યનારાયણની મહાપૂજાનું આયોજન (ETV Bharat Gujarat) શ્રાવણ માસના ત્રીસ દિવસ ભંડારાનું આયોજન: શ્રાવણ માસના 30 એ 30 દિવસ ભગવાન સત્યનારાયણની કથાની સાથે સાથે બપોરે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. સતત 30 દિવસ સુધી લોકો અને ભાવિક ભક્તો ખુલ્લા હાથે અનાજનું દાન કરીને આ આયોજન કરતા હોય છે. જેમાં આસપાસના ગામોના તેમજ ફલધરા ગામના તમામ લોકો મહાપ્રસાદ લેવા બપોરે જોડાય છે.
સત્યનારાયણની મહાપૂજાનું આયોજન (ETV Bharat Gujarat) ભગવાન શિવજીને સવા લાખ બીલીપત્રનો અભિષેક:શ્રાવણના પવિત્ર માસમાં ભગવાન શિવને એક બીલ પત્ર ચઢાવવાથી ઘોર પાપમાંથી મુક્તિ મળતું હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે ત્યારે પૂર્ણેશ્વર મહાદેવમંદિરે શ્રાવણ માસના 30 દિવસ દરરોજ 4,166 બીલીપત્રનો અભિષેક કરવામાં આવે છે. એટલે કે અહીં ભગવાન સત્યનારાયણની કથા પૂર્વે શિવજીના સાનિધ્યમાં બીલી અભિષેક કરાય છે. સમગ્ર મહિના દરમિયાન સવા લાખ બીલીપત્રનો અભિષેક કરવામાં આવે છે.
સત્યનારાયણની મહાપૂજાનું આયોજન (ETV Bharat Gujarat) પૂર્ણેશ્વર મહાદેવ પાસે માંગેલી માનતા પૂર્ણ થાય છે: અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા 45 વર્ષથી તેઓ દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ પર બીલીપત્રના અભિષેક કરે છે. તેમજ ભગવાન સત્યનારાયણની કથા શિવના સાનિધ્યમાં કરવામાં આવે છે એટલે કે સમગ્ર માસ દરમિયાન મંદિરમાં ધાર્મિક વાતાવરણ જોવા મળે છે એટલું જ નહીં ભગવાન પાસે માંગવામાં આવેલી તમામ માનતાઓ અહીં પરિપૂર્ણ થાય છે. તેથી જ પૂર્ણેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન અનેક ભાવિક ભક્તો પોતાના સહ પરિવાર સાથે સત્યનારાયણની કથાનો લાભ લેતા હોય છે.
અખંડ પૂર્ણેશ્વર મહામંડળ ટ્રસ્ટના સભ્યો દ્વારા દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તિભાવ પૂર્વક અભિષેક તેમજ ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. સતત એક માસ સુધી ચાલતી આ પ્રવૃત્તિમાં મંડળના તમામ સભ્યો પોતાની સેવા પૂરી પાડે છે મહિલાઓ પણ અહીં આ સેવાકીય કામગીરીમાં જોડાય છે.
- ભગવાન સ્વામિનારાયણ દ્વારા જુનાગઢમાં સ્વયં સ્થાપિત કરેલા અને સોનાના સિંહાસન પર મૂર્તિ સ્વરૂપે બિરાજતા સિધેશ્વર મહાદેવ - Shravan Month 2024