ભરૂચ:જિલ્લાની અંકલેશ્વર GIDC માંથી રૂપિયા 5180 કરોડના કોકેઇન ઝડપાવાના મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર અને તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રીના રાજીનામાંની માંગ કરી છે. અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી 518 કિલો કોકેઇન ઝડપાવવાના મામલે હવે રાજકારણ પણ સ્ફોટક બન્યું છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા બુધવારે MLA ચૈતર વસાવાની આગેવાનીમાં રેલી સ્વરૂપે આવેદન આપ્યું હતું.
રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આપવામાં આવેલા આવેદનમાં ભાજપ સરકાર અને તંત્ર નિષ્ફળ રહ્યાનો સુર વ્યક્ત કરાયો છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પનોલી, સાયખાની કંપનીમાંથી 3000 કરોડ ઉપરાંતના ડ્રગ્સ ઝડપાયા બાદ દિલ્હી પોલીસે અંકલેશ્વરની કંપનીમાંથી 5000 કરોડનું કોકેઇન પકડી પાડ્યું હતું.
આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકાર ઉપર આક્ષેપો કરતા ગૃહ મંત્રીના રાજીનામાની માંગણી કરી (Etv Bharat Gujarat) આપ ધારાસભ્યએ GPCB, ગુજરાત પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. જિલ્લાના ઉધોગો પણ રાતોરાત કરોડપતિ બનવાની હોડમાં જીવનરક્ષક દવાને બદલે ડ્રગ્સ બનાવતા હોવાનો આક્ષેપ કરાયો છે.
વધુમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતમાં ડ્રગ્સ દરિયા પારથી નહીં પરંતુ સ્થાનિક ઉધોગોમાં જ બનતું હોવાના આક્ષેપ કર્યા છે. ઉપરાંત તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ પણ કરી છે. સાથે સાથે જિલ્લાના ઉધોગોમાં આગામી સમયમાં જ GPCB અને પોલીસ તપાસ નહીં કરે તો યુવાનોને સાથે રાખી આપ દરોડા પાડશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો:
- વાવ પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય ગરમાવો, શું વાવ બેઠક પર જામશે ત્રિપાંખી જંગ ?
- કંડલામાં કેવી રીતે બની મોટી દુર્ઘટના?: એકને બચાવવા જતા 4 વ્યક્તિઓ ગેસની ટાંકીમાં કૂદયા, પાંચેયના મોત