જુનાગઢ:આમ આદમી પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલની વહેલી સવારે જૂનાગઢના ભેંસાણથી અટકાયત કરવામાં આવી છે. રેશમા પટેલ સહિત વિસાવદર પૂર્વ તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયા , હિતેશ વઘાસિયા ,હરેશ સાવલિયા સહિત આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
Reshma Patel: ભુપત ભાયાણી પર આક્રોશ વ્યક્ત કરે તે પહેલાં આપ નેતા રેશ્મા પટેલને પોલીસ પકડી ગઈ... - reshma patel
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલની વહેલી સવારે જૂનાગઢના ભેંસાણ માંથી અટકાયત કરવામાં આવી છે. રેશમા પટેલ સહિત વિસાવદર પૂર્વ તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયા, હિતેશ વઘાસિયા ,હરેશ સાવલિયા સહિત આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જાણો વધુ વિગત...
Published : Feb 3, 2024, 8:28 AM IST
|Updated : Feb 3, 2024, 8:42 AM IST
શા માટે રેશમા પટેલની અટકાયત: આપ નેતા રેશ્મા પટેલે ગઈ કાલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ઉપર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિસાવદર વિધાનસભાની જનતાનો ગદ્દાર ભૂપત ભાયાણી ભેસાણ મુકામે ભાજપમાં જોડાવા જશે, ત્યારે ત્યાં જઈ તેના ઉપર જૂતા ફેંકશે અને વિરોધ દર્શાવશે,
રેશ્મા પટેલનું એલાન:'હું રેશ્મા પટેલ આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ દુઃખ સાથે જણાવા માંગુ છું કે 03 ફેબ્રુઆરી 2024 સમય સવારે 10 કલાકે ભેસાણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હાથે વિસાવદર વિધાનસભાની જનતાનો ગુનેગાર, વિશ્વાસઘાતી , ગદ્દાર, ભુપતભાઈ ભાયાણી, જે વિસાવદર વિધાનસભાની વિશ્વાસુ જનતા અને આમ આદમી પાર્ટીના વફાદાર મહેનતુ કાર્યકર્તાની લાગણી દુભાવીને ભાજપનો ખેસ પહેરવાના છે, ત્યારે આ પાપીઓના તાયફાઓ હું ચૂપ ચાપ જોઈ નહિ શકું, હું ખુબજ દુઃખી છું એટલા માટે હું રેશ્મા પટેલ પાપીઓના પાપ ઉપર જોડું(જૂત્તા )મારવા જઈશ અને મારો વિરોધ દર્શાવીશ.