ગુજરાત

gujarat

ETV Bharat / state

દિલ્હીમાં AAPની હાર: AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું-"જનતાનો નિર્ણય અમને સ્વીકાર્ય છે" - MLA CHAITAR VASAVA

દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની હાર પર ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

દિલ્હીમાં આપની હાર પર ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી.
દિલ્હીમાં આપની હાર પર ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2025, 7:33 AM IST

નર્મદા: દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ત્યારે 27 વર્ષ પછી ભાજપે જીત મેળવી હતી. ત્યારે ચૂંટણી પરિણામોને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ હાર્યા:ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, સવારે અમારી સરકાર આવશે. એવું અમને લાગતું હતું. પરંતુ ચૂંટણીમાં અમારા સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત અમારા બીજા મંત્રીઓ હાર્યા છે. જેનું દુઃખ છે. ચૂંટણી હોય, એટલે હાર જીત તો ચાલતી જ રહે. પ્રજાના નિર્ણય માન્ય રાખવો જ પડે. આગળ વાત કરતા તેઓએ જણાવ્યું કે, ભાજપને બહુમતી મળી છે. તો તેમને અભિનદન છે.

દિલ્હીમાં આપની હાર પર ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. (etv bharat gujarat)

જનતાનો નિર્ણય સ્વીકાર્ય છે:આગળ વાત કરતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, જનતાનો નિર્ણય અમને સ્વીકાર્ય છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોની મહેનતને પણ હું અભિનદન આપું છું. દિલ્હીમાં અમારી AAPની સરકાર જવાથી ગુજરાત રાજ્યમાં 4 ધારાસભ્યો પાર્ટી સાથે છે. અમે કોઈ પાર્ટી બદલવાના નથી. પણ આમ આદમી પાર્ટી સાથે રહી કેજરીવાલજી સાથે રહીને તેમના માર્ગદર્શનમાં આગળ વધીશું. ભાજપમાં જવાની મારી સ્પષ્ટ નાં છે. આ સમય અમારા માટે સંઘર્ષમય છે. આમ આદમી પાર્ટીમાં રહીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીશું.

આ પણ વાંચો:

  1. નર્મદાની 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે, ઉમેદવારોએ કર્યો જીતનો દાવો
  2. નર્મદા જયંતિએ 'નર્મદેહર'ના નાદથી ગૂંજ્યો નર્મદાનો કાંઠો, 1500 ફૂટ લાંબી સાડીથી મા નર્મદાનો શણગાર થયો

ABOUT THE AUTHOR

...view details