મોરબી: રાજકોટજિલ્લામાં દિનપ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હત્યાની ઘટના સામે આવી છે. એક યુવક પોતાના સંબંધીને ત્યાંથી ભજનમાંથી ઘર તરફ મિત્ર સાથે પરત ફરી રહ્યો હતો. ત્યારે આ યુવકને આંતરીને એક બીજા યુવકે તારે મારી સાથે ઝઘડો કરવો છે તેમ કહીને છરીના ઘા ઝીંકી દીધા હોવાનો આરોપ છે.
નજીવી બાબતે યુવકની હત્યા: પોલીસનો ડર સાવ ખતમ થઇ ગયો હોય તેમ હત્યાનો સિલસિલો ચાલું જ છે. ત્યારે આ ઘટનામાં બે વર્ષ પૂર્વે કેરમ રમવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને સંબંધીને ત્યાંથી પરત ફરતા યુવકને આંતરીને બીજા યુવકે 'તારે મારી સાથે ઝઘડો કરવો છે' તેમ કહીને છરીના ઘા ઝીંકી દીધા હોવાનો આરોપ છે. ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકના મોતથઈ તેના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે.