ગુજરાત

gujarat

ETV Bharat / state

કેનેડામાં અભ્યાસ કરતા સુરતના યુવકનું તળાવમાં ડૂબવાથી મોત, બિઝનેસ મેનેજમેન્ટનો હતો વિદ્યાર્થી - Surat student dies in Canada - SURAT STUDENT DIES IN CANADA

ભારતથી પોતાના સપના લઈને અનેક વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે જાય છે અને કારકીર્તિ બનાવે છે. સુરતનો જશ પણ આવા જ કઈક ધ્યેય સાથે કેનેડા ગયો હતો. પરંતુ રજાના દિવસે ફરવા જતાં તે તળાવમાં મિત્રો સાથે ન્હાવા ગયો અને તેના આ સપનાનો અંત આવ્યો. Surat student dies in Canada

કેનેડામાં અભ્યાસ કરતા સુરતના કામરેજ તાલુકાના યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત
કેનેડામાં અભ્યાસ કરતા સુરતના કામરેજ તાલુકાના યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 8:27 AM IST

રજાના દિવસે ફરવા જતાં જશ તળાવમાં મિત્રો સાથે ન્હાવા ગયો હતો (etv bharat gujarat)

સુરત:કામરેજનાં માંકણા ગામનાં મુળ રહેવાસી અને હાલ કેનેડા ખાતે બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ સાથે જોબ કરતા 24 વર્ષીય લાલચુડા સમાજન આશાસ્પદ વિદ્યાર્થીનું કેનેડાના લેકવ્યું (તળાવ)માં ડૂબી જવાથી અકાળે મોત થતાં પરિવાર અને સમાજમાં શોક વ્યાપી ગયો છે. શનિવારે જશનો મૃતદેહ પ્લેનમાં અમદાવાદ લાવવામાં આવશે ત્યાર બાદ પરિવારજનોને સોંપાશે.

કેનેડીયન ડેની રજા હોવાથી જશ રૂમ પાર્ટનરો સાથે સાંજે ફરવા માટે નિકળ્યો હતો (etv bharat gujarat)

બિઝનેસ મેનેજમેન્ટ ભણવા માટે ગયો હતો:લાલચૂડા સમાજના અગ્રણી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજનાં માંકણા ગામે મણી નગર ફળીયામાં રહેતા જીતેનભાઈ પટેલનો 24 વર્ષીય પુત્ર જશ જીતેન પટેલ આજથી બે ર્ષ પૂર્વે સ્ટૂડન્ટ વિઝાથી કેનેડા ખાતે બિઝનેસ મેનેજમેન્ટ ભણવા માટે ગયો હતો. જશને કેનેડા ગવર્મેન્ટ દ્વારા એક વીકનાં 20 કલાક જોબ કરવા માટે વર્ક મંજૂરી મળતા તે વોલમાર્ટમાં પાર્ટ ટાઈમ જોબ કરવા સાથે કેનેડાનાં પિટરબોરો ખાતે આવેલી ફ્લેમીંગો કોલેજમાં પોતાનું બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો હતો.

શનિવારે જશની ડેડબોડી હવાઈકાર્ગો દ્વારા વહેલી સવારે ત્રણ કલાકે અમદાવાદ પહોંચશે (etv bharat gujarat)

ફરવા માટે નિકળ્યો હતો: ગત 1 જુલાઇના રોજ કેનેડા ખાતે કેનેડીયન ડેની રજા હોવાથી જશ પટેલ પોતાનાં રૂમ પાર્ટનરો સાથે સાંજે જોબ પરથી આવ્યા પછી ફરવા માટે નિકળ્યો હતો. એ દરમિયાન પિટરબોરો ખાતે આવેલા એક લેક (તળાવ)માં જશ તેનાં મિત્રો સાથે નહાવા માટે ઉતર્યો હતો. પરંતુ પાણીમાં નહાવા ઉતરેલો જશ અચાનક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને જશ પટેલને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે તેને બહાર કાઢે ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું.

વિદેશ મંત્રાલયે આ અંગે કેનેડામાં જરૂરી મદદ કરવા કહ્યું:આ ઘટનાની જાણ જશ પટેલનાં પરીવારજનોને કરવામાં આવતા તેમનાં પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પોતાનાં વ્હાલસોયા પુત્રને ગુમાવી દીધા બાદ તેની ડેડબોડી લેવા માટે માંકણા ગામનાં જશનાં પિતરાઈ અને લાલચુડા સમાજનાં યુવા મંત્રી યતીન પટેલે ભારતનાં વિદેશ મંત્રાલયને સમગ્ર કરૂણાંતિકા અંગે અવગત કરતા વિદેશ મંત્રાલયે આ અંગે કેનેડા ખાતે જરૂરી મદદનું આહવાન કર્યું હતું.

શનિવારે ડેડબોડી હવાઈકાર્ગો દ્વારા આવશે:કેનેડાનાં ટોરેન્ટો ખાતે આવેલા ઈન્ડિયન કાઉન્સલેટ જશ પટેલનાં પરીવારની વ્હારે આવી જશનાં પિતરાઈ યતીન પટેલ સાથે જરૂરી વાતચીત કરી હતી. આ શનિવારે જશ પટેલની ડેડબોડી હવાઈકાર્ગો દ્વારા વહેલી સવારે ત્રણ કલાકે અમદાવાદ ખાતે આવી પહોંચશે, એવું પરીવારજનો દ્વારા જાણવા મળ્યું હતું. બીજી તરફ આ ઘટનાની જાણ વાયુવેગે સમાજ અને આસપાસના વિસ્તારોમાં પ્રસરતાં લોકોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આશાસ્પદ યુવકના મોતના સમાચાર જાણકારોના ગળે પણ ઉતરી રહ્યા નથી.

  1. ભાવનગરના ભરત મોણપરા બિનવારસી મૃતદેહોના કરે છે અગ્નિ સંસ્કાર - Man cremates dead bodies
  2. દ્વારકાના ભાણવડ તાલુકામાં બે દિવસ પહેલા પરિવારે કર્યો સામૂહિક આપઘાત, શું મજબૂરી રહી હશે? - A family committed mass suicide

ABOUT THE AUTHOR

...view details