ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે યુવકે તલવાર સાથે હોબાળો મચાવ્યો, પોલીસે ચખાડ્યો મેથીપાક - SURAT NEWS

પ્રેમમાં પાગલ યુવકે પોલીસ પર કર્યો તલવારથી હુમલો, ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયા બાદ યુવતીને મળવા આવેલા યુવકે હેડ કોન્સ્ટેબલના માથામાં કર્યો ઘાતક વાર.

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે તલવાર સાથે હોબાળો મચાવ્યો,
ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે તલવાર સાથે હોબાળો મચાવ્યો, (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 6:55 AM IST

સુરત:જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામમાં પ્રેમ પ્રકરણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગોણેશિયા ગામનો યુવક ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે તલવાર સાથે હોબાળો મચાવ્યો હતો.

યુવતીના પરિવારજનોએ મળવાની ના પાડતા મંગળવારે યુવક તલવાર લઈને બારાસડી પહોંચ્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ તો યુવકે તલવાર નીચે મૂકી, પરંતુ જ્યારે હેડ કોન્સ્ટેબલ નિકેત પટેલ તલવાર લેવા ગયા, ત્યારે અચાનક તેણે તલવાર ઉઠાવી નિકેતના માથામાં વાર કર્યો હતો. બીજો વાર કરવાનો પ્રયાસ કર્યો પણ નિકેત ખસી જતાં બચી ગયા હતા.

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે તલવાર સાથે હોબાળો મચાવ્યો, પોલીસે ચખાડ્યો મેથીપાક (Etv Bharat Gujarat)
ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે તલવાર સાથે હોબાળો મચાવ્યો, પોલીસે ચખાડ્યો મેથીપાક (Etv Bharat Gujarat)

ગંભીર ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે નિમેશની ધરપકડ કરી હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે જાનથી મારી નાખવાની ધમકી અને લોકોમાં ભય ફેલાવવા બદલ પણ ગુનો નોંધાયો છે.

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે તલવાર સાથે હોબાળો મચાવ્યો, પોલીસે ચખાડ્યો મેથીપાક (Etv Bharat Gujarat)
ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે તલવાર સાથે હોબાળો મચાવ્યો, પોલીસે ચખાડ્યો મેથીપાક (Etv Bharat Gujarat)
ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે તલવાર સાથે હોબાળો મચાવ્યો, પોલીસે ચખાડ્યો મેથીપાક (Etv Bharat Gujarat)

બીજા દિવસે પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યાં તેણે પોતાના કૃત્ય બદલ ગ્રામજનોની માફી માગી હતી અને ભવિષ્યમાં આવું ન કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો:

  1. ચોરોના કારણે ખેડૂતો પરેશાન, સુરતમાં ખેતરમાં વીજ પોલ પરથી વાયર ચોરી જતા વીજ સપ્લાય બંધ
  2. સુરતમાં 50 લાખની GSTની ચોરીનો મામલો, પ્રતિષ્ઠીત બેન્કનો સેલ્સ એક્ઝિક્યુટિવ નીકળ્યો આરોપી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details