સુરત :કીમ વિસ્તારમાં આજે અજીબોગરીબ ઘટના સામે આવી હતી. એક યુવક અહીં આવેલા રેલવે ઓવરબ્રિજના લોખંડના ગડર પર ચડી ગયો હતો. યુવક પોતાના જીવના જોખમે ઓવરબ્રિજના ગડર પર ચડીને આરામ ફરમાવી રહ્યો હતો. બીજી તરફ GRD જવાનો ત્યાં પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતારીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
સુરતમાં કીમ રેલવે ઓવરબ્રિજના ગડર પર ચડ્યો યુવક, પછી... - Surat man climbed on bridge - SURAT MAN CLIMBED ON BRIDGE
સુરતના કીમ વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજના ગડર પર એક યુવક ચડી ગયો હતો. ઉપરાંત જીવના જોખમે ઉપર ચડીને આરામ ફરમાવ્યો હતો. જોકે, GRD જવાનોએ ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતાર્યો અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. Surat man climbed on bridge
Published : Aug 16, 2024, 3:47 PM IST
ઓવરબ્રિજ પર ચડ્યો યુવક :સુરત જિલ્લામાં કીમ ખાતે આવેલા રેલવે ઓવરબ્રિજ પર લોખંડના ગડર પર આજે એક યુવક ચડી જતા ચકચાર મચી જવા પામી હતી. યુવકની થોડીક પણ બેદરકારી રહે અને જો તે નીચે પટકાય તો તેના જીવને પણ જોખમ ઉભું થઈ શકે તેમ હતું. આ ઘટનાની જાણ કીમ GRD જવાનોને થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. GRD જવાનોએ ભારે જહેમત બાદ યુવકને સહી સલામત નીચે ઉતાર્યો હતો.
GRD જવાનોએ સલામત નીચે ઉતાર્યો :યુવકને નીચે ઉતાર્યા બાદ તેને પોલીસ મથકે લઇ જવાયો હતો. દરમિયાન યુવક નશાની હાલતમાં છે કે કેમ તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે આ જ પ્રકારની ઘટના અગાઉ પણ સામે આવી હતી. થોડા સમય અગાઉ પણ આ જ રીતે એક યુવક ગડર ઉપર ચડી ગયો હતો. દરમિયાન આજે આ વધુ એક ઘટના સામે આવી છે. જોકે યુવકને સહી સલામત નીચે ઉતારી લેવામાં આવ્યો છે. તેને કોઈ ઇજા કે જાનહાની થવા પામી ન હતી.