ગુજરાત

gujarat

ETV Bharat / state

જોખમી સેલ્ફી બની શકે છે મોતની સેલ્ફી, રેલ્વે ઓવર બ્રિજ પર બેસીને ફોટા પાડતા 3 યુવાનોનો વીડિયો વાયરલ - Risky Selfie - RISKY SELFIE

નવસારીમાં નવો રેલ્વે ઓવર બ્રિજ નવસારીવાસીઓ માટે ખુલ્લો મુકાયો હતો આજે તે રેલવે ઓવરબ્રિજ સોશિયલ મીડિયા પર રીલ અને સેલ્ફી મુકતા યુવાનો માટે સેલ્ફી પોઇન્ટ બની ગયો હોય તેમ દિવસ અને રાત્રિના સમયે યુવાનો અહી સ્ટંટ કરતા અને ફોટા પાડે છે. યુવાનો પોતાના જીવના જોખમે ઓવરબ્રિજની દિવાલ ઉપર બેસી ફોટોગ્રાફી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. Risky Selfie

રેલ્વે ઓવર બ્રિજ પર બેસીને ફોટા પાડતા 3 યુવાનોનો વિડીયો વાયરલ
રેલ્વે ઓવર બ્રિજ પર બેસીને ફોટા પાડતા 3 યુવાનોનો વિડીયો વાયરલ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 11:30 AM IST

રેલ્વે ઓવર બ્રિજ પર બેસીને ફોટા પાડતા 3 યુવાનોનો વિડીયો વાયરલ (Etv Bharat gujarat)

નવસારી:પૂર્વ અને પશ્ચિમથી જોડવા માટે થોડા સમય પહેલા નવો રેલવે ઓવરબ્રિજ નવસારીવાસીઓને માટે ખુલ્લો મુકાયો હતો. જેને કારણે લોકોને રેલ્વે ફાટક પર થતી ટ્રાફિકજામની સમસ્યાથી છૂટકારો મળ્યો હતો.પરંતુ આ રેલવે ઓવરબ્રિજ સોશિયલ મીડિયા પર રીલ અને સેલ્ફી મુકતા યુવાનો માટે સેલ્ફી પોઇન્ટ બની ગયો હોય તેમ દિવસ અને રાત્રિના સમયે યુવાનો પોતાના જીવના જોખમે ઓવરબ્રિજની દિવાલ ઉપર બેસી ફોટોગ્રાફી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં 3 યુવાનોના કારનામા: આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે 3 યુવાનો ઓવરબ્રિજની દીવાલ ઉપર ચઢીને મોબાઈલથી વિડીયો બનાવી રહ્યા છે. જોખમી રીતે બ્રિજની દિવાલ પર ઉભા રહી આ રીતે ફોટોગ્રાફી કરતી સમયે અકસ્માત પણ સર્જાઈ શકે છે. કારણ કે, સતત નીચે રેલવે લાઇન પરથી ટ્રેનો પસાર થતી હોય છે. જે આ યુવાનો માટે મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે.

જોખમી સ્ટંટનો વીડિયો મોબાઇલમાં કેદ: આ સમગ્ર વિડિયો રેલવે ઓવરબ્રિજથી પસાર થતા કોઈ રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ અંગેનું આવેદનપત્ર UNHRC સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું છે. જેમાં રેલ્વે ઓવરબ્રિજ ઉપર થતી આવી જોખમી પ્રવૃત્તિઓ લગામ લગાવવાની માંગ કરવામાં આવી છે.

જિલ્લા ક્લેક્ટરને આવેદન અપાયું: આ મામલે હજી સુધી તંત્ર કે પોલીસ દ્વારા આવા યુવાનો સામે પગલા ભરવામાં આવ્યા નથી. UNHRC ના સભ્ય વિરલ ગજ્જરના જણાવ્યા અનુસાર, અમે આ મામલે તંત્રને જાણ કરી છે. યુવાનો સોશિયલ મીડિયા પર સેલ્ફી અને રીલ મુકવા માટે પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આવા તત્વો પર લગામ લાગે તે માટે અમે જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે.

  1. દુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિઓને કરંટ લાગ્યોસ, માતા-પુત્ર સહિત એક યુવતીનું મોત થતાં અરેરાટી - Death due to electrocution
  2. વાપીમાં 4.5 ઈંચ પડેલ વરસાદથી ગરનાળુ, નેશનલ હાઇવે બન્યા પાણીમાં તરબોળ, ઉમરગામમાં સિઝનનો સૌથી વધુ વરસાદ - 4 point 5 inches of rain in Vapi

ABOUT THE AUTHOR

...view details