બનાસકાંઠા: અંબાજી એસટી ડેપોમાં કથિત મહેફિલનો સોશિયલ મીડિયામાં વીડિયો ક્લિપ વાયરલ થતાં અંબાજી એસટી ડેપો દ્વારા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એસટીની સલામતીના દાવા કરતા એસટી નિગમના ત્રણ કર્મચારીઓ મહેફિલ માણતા દેખાતા એસટી તંત્ર હરકતમાં આવ્યું હતું. અને કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હતા.
અંબાજી એસટી ડેપોના ત્રણ કર્મચારીઓએ જમાવી દારૂની મહેફિલ, વીડિયો વાયરલ થયાં બાદ ત્રણેય સસ્પેન્ડ - ST depot workers video went viral - ST DEPOT WORKERS VIDEO WENT VIRAL
અંબાજી એસટી ડેપોમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓનો દારૂની મહેફિલ માણતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો તંત્રના અધિકારીઓના ધ્યાનમાં આવતા તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શું હતો સમગ્ર મામલો જાણો વિસ્તારથી... ST depot workers video went viral
Published : Jul 4, 2024, 1:16 PM IST
ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા:બનાવની વિગત એવી છે કે, અંબાજી એસટી ડેપોમાં એક સમારંભ બાદ ફરજ બજાવતા કર્મચારીઓનો મહેફિલ માણતા હોવાનો વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ ક્લિપે સમગ્ર બાબતે ભારે ચર્ચા જગાવતા આખરે એસટી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. એસટી વિભાગ દ્વારા વીડિયો ક્લિપની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ કાર્યવાહીના અંતે ક્લિપમાં દેખાતા ત્રણ કર્મચારીઓ નરેન્દ્રસિંહ પૂરણસિંહ ચૌહાણ, જશવંતસિંહ જે. સોલંકી, પ્રભુભાઈ એ. પ્રજાપતિ આ ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સમગ્ર પ્રકરણ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવતા હજુ પણ સજાનો કોરડો વધુ કસતો જશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
આવા કર્મચારીઓ વિરુદ્ધ ભારે સજા:અહીં ઉલ્લેખનીય છે કે, એસટી બસની અંદર ફરજ બજાવતા ડ્રાઇવર, કંડકટર કે અન્ય કર્મીઓની અનેકવાર બેદરકારી બહાર આવે છે. ક્યારેક ડ્રાઇવર ચાલુ બસે ફોન પર વાત કરતા નજરે આવે છે તો ક્યારેક બસમાં મુસાફરી કરતા સેંકડો મુસાફરોની સલામતની વાતોના દાવા પોકર સાબિત થઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. આ બાબતે સરકાર ગંભીર નોંધ લઇ આવા કર્મીઓ વિરુદ્ધ ભારે સજા કરે તેવી લોકોની માંગણીઓ સામે આવી રહી છે.