ગુજરાત

gujarat

'પવિત્ર ફરજ', અંબાજીમાં મહિલા પોલીસકર્મીનો મંદિરમાં સફાઈ કરતો વીડિયો વાયરલ, લોકોના જીત્યા દિલ - video of police cleaning temple

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2024, 9:17 PM IST

સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની મહિલા કર્મચારીનો સ્વચ્છતા કરતો વીડિયો વાઇરલ થયો છે. અંબાજી મેળામાં મંદિર પરિસરમાં ફરજ બજાવતા ચેતન કુંવરબા ફરજ બાદ ગર્ભગૃહમાં સફાઈ કરતાં સીસીટીવી કેમેરામાં કેદ થાય હતા. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેની લોકો ખુબ સરાહના કરી રહ્યાં છે. video of police cleaning temple

અંબાજીમાં મહિલા પોલીસ કર્મીનો મંદિરમાં સફાઈ કરતો વીડિયો થયો વાયરલ
અંબાજીમાં મહિલા પોલીસ કર્મીનો મંદિરમાં સફાઈ કરતો વીડિયો થયો વાયરલ (Etv Bharat Gujarat)

અંબાજીમાં મહિલા પોલીસ કર્મીનો મંદિરમાં સફાઈ કરતો વીડિયો થયો વાયરલ (Etv Bharat Gujarat)

બનાસકાંઠા:ભાદરવી પૂનમના મહામેળામાં માઈભક્તોની સુરક્ષા અને સલામતીની જવાબદારી ખડેપગે ગુજરાત પોલીસ ફરજ બજાવી રહી છે. મેળામાં મંદિર પરિસર અને સમગ્ર મેળામાં ઠેર ઠેર પાંચ હજાર કરતાં વધારે પોલીસ કર્મચારીઓ મા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થાય એ માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે, ત્યારે મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવાતી મહિલા પોલીસ કર્મચારીનો એક વીડિયો સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવનું પ્રતીક બન્યો છે.

ગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતન કુંવરબા રતનસિંહ (Etv Bharat Gujarat)

ગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતન કુંવરબા રતનસિંહ નામના મહિલા કોનસ્ટેબલ જે અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહ્યા છે. મંદિરમાં સાફ સફાઈ માટે જ્યારે દર્શન બંધ કરવામાં આવે છે તે સમયે ચેતન કુંવરબા પોતાની સ્વેચ્છાએ મંદિર પરિસરમાં સફાઈ કરવાની સેવા બજાવી રહ્યા હતા. તેમણે મનોમન પોતાનું ઘર આંગણું આપણે સ્વચ્છ રાખીએ છીએ તો માતાજીનું ધામ કેમ નહિ, બસ એજ ભાવનાથી નિર્દોષતાથી તેમણે સફાઈની સેવા કરી હતી.

અંબાજીમાં મહિલા પોલીસ કર્મીનો મંદિરમાં સફાઈ કરતો વીડિયો થયો વાયરલ (Etv Bharat Gujarat)

મીડિયા સાથેની વાતચીતમાં ચેતન કુંવરબાએ બહુ સહજતાથી કહ્યું કે,'મને એમ થયું કે આપણે આપણા ઘરની સફાઈ કરી એ છીએ તો મંદિરમાં સફાઈ કરવા ક્યારે મળવાની છે તો અહીં પણ કરી લેવી જોઈએ.'

ચેતન કુંવરબાની સફાઈ કામગીરી સીસીટીવીમાં કેદ થઈ અને તેના ફૂટેજ જ્યારે પોલીસ વિભાગને જોવા મળ્યા તો તેમણે આ મહિલા કર્મચારીની સેવા નિષ્ઠાને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા. સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતાની ટેવ અપનાવવાની અપીલ સાથે ચેતન કુંવરબાએ 'મા' ના ભાદરવી પૂનમ મેળામાં ફરજ બજાવતા દરેક કર્મચારીને મા ની સેવ કરવાનો આ અવસર ગણી ફરજ સાથે પદયાત્રીઓની સેવા કરવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો:

  1. અંબાજીમાં દિવ્યાંગ શ્રદ્ધાળુઓ માટે અલાયદી વ્યવસ્થા, દિવ્યાંગ દર્શનાર્થીઓ થયાં ભાવવિભોર - Wheelchairs for devotees in Ambaji
  2. કલાકૃતિમાં PMની આકૃતિ, એનામોર્ફિક આર્ટ થી તૈયાર થયેલી PM મોદીની કૃતિએ જમાવ્યું આકર્ષણ - anamorphic illusion art

ABOUT THE AUTHOR

...view details