અમરેલી: ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે અને વન્ય પ્રાણીઓ રાત્રિના સમયે શિકારની શોધમાં જંગલ છોડી અને ગ્રામીણ વિસ્તારમાં આવતા હોય છે. અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આજે વધુ એક સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પાસે આવેલા સ્ટેટ હાઇવે ઉપર રાત્રિના સમયે શિકારની શોધમાં આવેલ 2 સિંહનો વીડિયો રાત્રીના સમયે એક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાત્રિના સમયે સિંહો શિકાર પર નીકળે છે:અમરેલીના ગામડા સુધી સિંહ પહોંચી ગયા છે અને ગામડા બાદ હવે અમરેલી જિલ્લાના રાજુલા તેમજ જાફરાબાદ કોસ્ટલ બેલેટના ગામડા સુધી પહોંચ્યા છે. તેની સાથે જ ભૂતકાળમાં અમરેલી જિલ્લા અને વિશ્વમાં સૌથી મોટી કહેવાતા પીપાવા પોટ વિસ્તારની અંદર પણ રાત્રિના સમયે સિંહ શિકારની શોધમાં નીકળતા હોય છે. ત્યારે રાત્રિના સમયે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર પણ લટાર મારતા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેની સાથે જ ભૂતકાળમાં અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની અંદર લટાર મારતા સિંહના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.