વડોદરા:" ST અમારી સલામત સવારી" ના સ્લોગને ઠેસ પહોંચાડતું એસ.ટી તંત્ર ચાંદોદ - આનંદ વાયા સાધલી, કાયાવરોહણ,પોર, કીર્તિસ્તંભ,વડોદરા જતી ST બસનું ચાલુ બસે ટાયર નીકળી ગયું હતું. જેને લઇને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે ST બસની ગતિ ઓછી હોવાથી ડ્રાઈવરે બસને કંટ્રોલ કરી દેતાં મોટી દુર્ઘટના સાથે જાનહાનિ ટળી હતી. જાણવા મળતી માહિતી મુજબ, દર વર્ષે ઘણા પ્રશ્નો અકસ્માતોના સર્જાતાં હોય છે, ત્યારે ચાલુ બસ પ્રશ્ન છે જેને લઈ નગરમાં ઘણા સવાલો ઊભા થયા છે.
શિનોર તાલુકાના સાધલી પાસે ચાલુ ST બસે ટાયર નીકળી ગયું, જુઓ વિડીયો
શિનોર તાલુકાના સાધલી પાસે ચાલુ ST બસે ટાયર નીકળી જતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
Published : Oct 18, 2024, 7:47 AM IST
અંધેરી નગરી ગંડુરાજા જેવી સ્થિતિ:એસટી ડેપોનું વહીવટી તંત્ર ખાડે ગયું હોય તેવું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ડભોઇ શહેર અને તાલુકાના કેટલાક લોકોમાં પણ આ જ પ્રમાણેની બસો દોડાવી રહ્યા છે. જેમાં પણ ઉડતા જીવે લોકો મુસાફરી કરી રહ્યા છે, ત્યારે એસટીના સ્લોગનનું શું? સાથે સાથે એસટી બસનું વહીવટી તંત્ર સમય સૂચકતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. કેટલીક વખત એક જ રૂટ ઉપર દોડતી બસ એક જ સમયે બે બસો મૂકવામાં આવે છે.
જો આવા સમય સૂચકતાના અભાવના કારણે પણ એસટીના મુસાફરોને એસ.ટી.ની મુસાફરી માથાના દુખાવા સમાન થઈ ગઈ છે. જેના કારણે બાળકોના ભણતર ઉપર માઠી અસર જોવા મળે છે એટલું જ નહીં, પરંતુ ડભોઇ એસટી ડેપોનું વહીવટી તંત્ર ભણતા વિદ્યાર્થીઓની સવલત આપવા સાચવી શકતા નથી. એવું વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે.