તાપી:સોનગઢ તાલુકાના ઘાંચીકુવા ગામે રહેતા ડો.કુમાર ગામીતનો જન્મ આદિવાસી આંતરિયાળ વિસ્તારના ઘાંચીકુવા ગામમાં ગરીબ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા ભણ્યા નથી. છતાં તેમના સંતાનોને તેમણે હંમેશા ભણવા માટે પ્રોત્સાહિત કર્યા.
કેવું રહ્યું બાળપણ:ડો.કુમારનો 1થી 4નો અભ્યાસ ગામની પ્રાથમિક શાળામાં કર્યો, 5થી 7નો અભ્યાસ બાજુના ગામની આદર્શ પ્રાથમિક શાળામાં, 8 થી 10 જાગૃતિ સ્કુલ માંડળમાં ભણ્યા હતા. ધોરણ 10માં 80 ટકા આવતા સેનેટરીંગનું કામ કરતા પિતાએ ખુશ થઈને પોતે અભણ હોવા છતાં પણ તેમને વિજ્ઞાન પ્રવાહનો માર્ગ પસંદ કરવા કહ્યું હતું.
તેમના પિતા ગુલજીભાઈ સુરત-ઉધના ખાતે કામ અર્થે વહેલી સવારે 3 વાગ્યે ઊઠીને જતાં હતા અને રાત્રે 9 વાગ્યે પરત આવતા હતા અને તેમના માતા સુકીબેન બે ભેંસ લઈને જંગલમાં ચરાવવા જતા અને કપડાં બીજા દિવસે પહેરવાના હોવાથી આગલા દિવસે એ જ ધોઈને સુકવી દેતા અને સવારે ફરી પહેરતા હતા. એ સ્થિતિમાં કુમાર સિવાય અન્ય બે સંતાનોનું પર ભરણપોષણ કરવાનું હતું. તેમ છતાં સંતાનોને ભણવાનું માર્ગદર્શન તેઓ પૂરું પાડતા હતા.
કોચિંંગ વિના પાસ કરી પરીક્ષાઓ:ડો. કુમાર ગામીતે જણાવ્યું હતું કે, જ્યારે હું દસમા ધોરણમાં હતો ત્યારે માતા કેન્સરથી પીડિત હતા. તેમ છતાં મેં હિંમત હારી ન હતી અને ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ સ્નાતક- અનુસ્નાતકનો અભ્યાસ ગુજરાતની ખ્યાતનામ MS યુનિવર્સિટી બરોડામાં પૂર્ણ કર્યો અને બાદ કોઈ પણ કોચિંગ વિના જાતે મહેનત કરીને DGVCL, PSI, ONGC, NET ,GATE G- SET, GPSC જેવી ઉચ્ચ કક્ષાની પરીક્ષા પાસ કરીને આજે પ્રોફેસર તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલમાં સેવા બજાવી રહ્યો છું. આસિસ્ટન્ટ પ્રોફેસર બનીને અંતરિયાળ વિસ્તારમાં મોટા ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અને અન્ય વિધાર્થીઓના માર્ગદર્શક તરીકેની તક પણ મળી છે. વિશ્વવિદ્યાલયના કેમેસ્ટ્રી વિભાગના હેડ ડો. નવીન પટેલના માર્ગદર્શન હેઠળ PhD નો અભ્યાસ પૂર્ણ કરી આનંદની લાગણી અનુભવું છું. મારી મહેનત, સંઘર્ષમય સફળતા, આદિવાસી ભાઈઓ-બહેનો અને તમામ લોકો માટે એક પ્રેરણારૂપ સાબિત થશે.
- Drugs Seized From Porbandar: પોરબંદરના દરિયામાંથી 1 હજાર કરોડથી વધુના ડ્રગ્સ સાથે ઈરાની બોટ ઝડપાઈ
- SC on Patanjali: પતંજલિ પર સુપ્રીમ કોર્ટની સખ્ત ટિપ્પણી, કહ્યું- તેઓ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે