SOGની ટીમે નકલી કફ સીરપનું ગોડાઉન ઝડપી પાડ્યું વડોદરા:હાલમાં નકલીનો સિલસિલો યથાવત રહ્યો છે. વડોદરાના નિઝામપુરાના ઉન્નતિ એપાર્ટમેન્ટમાંથી બાજવા વિસ્તારની સોસાયટીમાંથી SOG પોલીસ દ્વારા નકલી કફ સીરપનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં મોટી માત્રામાં નકલી કફ સીરપનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ ગોડાઉનના માલિકની શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. દિવસે ને દિવસે લોકો વધુ પૈસા મેળવવાની લાલચ છે.
સીરપની 4400 જેટલી બોટલો કબ્જે
જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસ દ્વારા વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારના ઉન્નતિ એપાર્ટમેન્ટમાંથી શંકાસ્પદ સીરપનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને સમગ્ર શહેરમાં આવો વેપલો કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વડોદરા SOGએ આવા તત્વો સામે કડક કાર્યવાહી આરંભી દીધી છે. વડોદરા SOG દ્વારા બાજવા ખાતે આવેલી ગોપાલ સોસાયટીમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં SOG પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આરોપી રાજેશ જયંતીલાલ પટેલ રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ છે. તેમની સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ગુના નોંધાયા છે. તેઓ પાસે ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનું લાયસન્સ પણ છે. અને તેઓ ઓથોરાઈઝડ સ્ટોકીસ્ટ છે. કોડીન સીરપ રાખવા માટેનું લાયસન્સ તેમની પાસે છે. તેઓના દ્વારા વેચાણ કરાયેલા જથ્થાને માત્ર લાયસન્સ ધરાવતા કેમિસ્ટને જ કરી શકે છે. સિરપમાં શિડયુલ એચ ડ્રગ્સ આવે છે. આ સીરપ કેમિસ્ટ પણ ડોકટરના લખાણ વગર આપી શકે નહીં. તકેદારીના ભાગ રૂપે હાલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જથ્થો CRPC 102 અંતર્ગત જપ્ત કર્યો છે. અમદાવાદમાં અગાઉ જે આરોપીઓ પકડાયા છે, તેમણે રાજેશભાઈ પાસથી જથ્થો મેળવ્યો હતો. રાજેશભાઈ લક્ષ્મીપુરા વિસ્તારમાં રહે છે, સુભાનપુરામાં શોપ આવેલી છે અને બાજવામાં ગોડાઉન આવેલું છે.' -વિવેક પટેલ, એસ.ઓ.જી.પી.આઈ
મુદ્દામાલ કબજે કર્યો:SOG પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસને 357 થી વધુ પેટીઓમાં ભરેલી નકલી કફ સીરપની 4400 જેટલી બોટલો મળી આવી હતી. કબ્જે કરેલ મુદ્દામાલની આશરે કિંમત રૂ. 6 લાખથી વધુ છે. પોલીસે ગોડાઉનના માલિકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
- Surat: મુંબઇમાં 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરીને ભાગી ગયેલો ઇસમ સુરતમાંથી ઝડપાયો
- Patan Accident News : દાતરવાડા નજીક વરાણા જતા પદયાત્રીઓ પર ટેમ્પો ફરી વળ્યો, 3ના મોત 5 ગંભીર ઇજાગ્રસ્ત