ગુજરાત

gujarat

ETV Bharat / state

પશ્ચિમ રેલ્વે પોલીસ મહાનિર્દેશક દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું - Cyber ​​Awareness - CYBER ​​AWARENESS

પશ્ચિમ રેલવે, અમદાવાદ જિલ્લામાં લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કરવામાં આવેલ નાણા, સાયબર અવેરનેસ, નાણા પરત (રીફંડ) જેવી પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલ્વે પોલીસ મહાનિર્દેશક દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ અંગે પ્રેસ કોન્ફરન્સ
પશ્ચિમ રેલ્વે પોલીસ મહાનિર્દેશક દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ અંગે પ્રેસ કોન્ફરન્સ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 7:25 PM IST

પશ્ચિમ રેલ્વે પોલીસ મહાનિર્દેશક દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ અંગે પ્રેસ કોન્ફરન્સ (Etv Bharat gujarat)

અમદાવાદ:ગુજરાત સરકાર દ્વારા સાયબર ક્રાઇમ સબંધે બનતા ગુનાઓ અંગે લોકોને માહિતગાર કરી, લોકોમાં જાગૃતિ લાવવા માનનીય પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી છે. પશ્ચિમ રેલવે, અમદાવાદ જિલ્લામાં લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કરવામાં આવેલ નાણા, સાયબર અવેરનેસ, નાણા પરત (રીફંડ) જેવી પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે સારૂં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

28,000 બેન્ક ખાતાઓ અનફ્રિઝ:ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેન્ક ખાતાઓ અનફ્રિઝ કરવામાં આવ્યા. તાજેતરમાં ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ બ્લોક થઇ ગયેલા 28,000 બૅન્ક ખાતાઓ અનફ્રિઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે. જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપીંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઇ ગયા હતા.

એકાઉન્ટ ફ્રિઝ કરવાની પોલિસીમાં સુધારો: રિફંડની રકમ અને હોલ્ડ પર મુકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42 % છે. જે 2023માં માત્ર 17.93 % હતી. 30 જૂન 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી એટલે કે અટકી ગયેલી કુલ રકમ 114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ 53.34 કરોડ છે. આ તફાવત દર્શાવે છે કે, ઓથોરીટીએ સાયબર ક્રાઇમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે. પોલીસે એકાઉન્ટ ફ્રિઝ કરવા અંગેની તેમની પોલીસીમાં પણ સુધારો કર્યો છે.

એકાઉન્ટને બદલે ચોક્કસ રકમને જ ફ્રિઝ કરાશે:નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે. જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રિઝ કરે છે. જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપીંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રિઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે. જેઓ આખું બેન્ક અકાઉન્ટ લોક થઇ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે. મધ્યમ વર્ગના લીધે સાયબર ક્રાઇમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હતા અને અકાઉન્ટ ફિઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા.

એકાઉન્ટ ખુલવાથી પીડિતો થયા ખુશ: હવે તેમના એકાઉન્ટ અનફ્રિઝ થઇ જવાના કારણે એટલે કે ખુલી જવાના કારણે પીડિતોએ મોટી રાહત અનુભવી છે. આ પગલું એવા લોકો માટે ખરેખ રાહદાયક છે. જેઓ બહુ ધનવાન નથી અને મોટાભાગે રોજીંદા વ્યવહારો માટે તેમના બેન્ક ખાતાઓ પર આધાર રાખે છે. ઓથોરીટી વિનંતી કરી છે કે, જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટ ભૂલથી ફ્રિઝ કરવામાં આવ્યા છે. તેઓ સાથબર ક્રાઇમમાં તેમની બિનસંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ એકાઉન્ટ્સની સમિક્ષા કરવામાં આવશે. અને ત્યાર બાદ શક્યતઃ અનફ્રિઝ કરવામાં આવશે.

ગુજરાત પોલીસ દ્વારા નિર્ણાયક કાર્યવાહી: ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ નિર્ણાયક કાર્યવાહી સાયબર ક્રાઇમ પીડિતોને થતા અન્યાયને ઘટાડવાની તરફેણમાં લેવાયેલા નોંધપાત્ર પગલાં દર્શાવે છે. ખાતા ફ્રિઝ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને ઓથોરીટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઇમના વ્યાપક મુદ્દા બંન્ને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

  1. ગાંધીનગર પોલીસે સાયબર ક્રાઇમનો શિકાર બનેલા લોકોને 56 લાખ પરત અપાવ્યા - Cyber ​​crime cases in Gandhinagar
  2. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓને અનફ્રીઝ કર્યા - Bank accounts unfreeze

ABOUT THE AUTHOR

...view details