વરસાદી માહોલ વચ્ચે વર્ષા ઋતુની મોજ માણતો મોરલો, જુઓ મોરનો કળા કરતો નજારો... - Peacock doing art in Surat - PEACOCK DOING ART IN SURAT
સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેધરાજાએ દસ્તક દિધા છે. જિલ્લામાં વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાસા ગામ ખાતે વરસાદી માહોલ વચ્ચે મોરલો કળા કરતો નજરે પડ્યો છે. જુઓ મોરનો કળા કરતો નજારો..., A peacock enjoying the rain
Published : Jul 4, 2024, 7:28 PM IST
સુરત: છેલ્લા પાંચ-છ દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં પમ બરોબર વરસાદી માહોલ જામ્યો છે. પ્રકૃતિ પણ ધીમે ધીમે ખીલી રહી છે. અષાઢ મહિનાને પણ હવે બે દિવસની વાર છે. ત્યારે અષાઢ મહિનાનું સ્વાગત કરવા જાણે વરસાદી માહોલમાં મોરલો થનગની રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ દેલાસા ગામે વરસી રહેલ ઝરમર વરસાદ વચ્ચે એક મોર કળા કરતો નજરે પડ્યો છે. તેમજ મોરનો કળા કરતો વિડિયો સામે આવ્યો છે. વિડિયો જોતા એવું દેખાઇ રહેયું છે કે જાણે મોરલો અષાઢ મહિનાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અષાઢ મહિનાનું વર્ષા ઋતુમાં અનેરું મહત્વ હોય છે.