અમદાવાદઃગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસ પહેલા મેગા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે આ મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી તે દરમિયાન અરજદારે અરજીમાં કરેલા આક્ષેપ પર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો. ગીર સોમનાથમાં થયેલ મેગા ડિમોલિશન મુદ્દે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં જવાબ આપતા કહ્યું કે નિયમોમાં રહીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.
આ અંગેની વધુ સુનાવણી 1 ઓક્ટોબરે થશે
હિયરિંગ દરમિયાન સરકારે જણાવ્યું હતું કે, મન ફાવે તેવા ડેમોલિશન નથી કરવામાં આવ્યા નિયમોમાં રહીને જ કાર્યવાહી કરવામાં આવી છે. આ અર્જન્ટ હિયરિંગ મામ સરકાર અને અરજદાર દ્વારા સામે સામે કોર્ટમાં ધારદાર રજૂઆત પણ કરવામાં આવી હતી. સાથે જ સરકારે જણાવ્યું કે, 2023 થી આર. ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી. આ મુદ્દે કાલે સવારે 11:00 વાગે હાઈ કોર્ટમાં વધુ સુનાવણી થશે.
આ મેગા ડિમોલિશન દરમિયાન સોમનાથમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર, રેન્જ આઇ જી તથા જંગી પોલીસ કાફલો ઉપરાંત અન્ય વિભાગના અધિકારીઓ સ્ટાફ પર હાજર રહ્યા હતા. તે દિવસે ડિમોલિશન દરમિયાન પાંચ કિલોમીટરના વિસ્તારમાં પણ બંધ કરી દેવામાં આવી હતી અને ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટ તંત્ર દ્વારા ડિમોલિશનને કામગીરી કરવામાં આવી હતી. જેમાં 9 મસ્જિદ તથા 45 પાકા મકાનો ને તોડી પાડીને 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તે દરમિયાન દબાણ હટાવવાના ઓપરેશન દરમિયાન લોકોના ટોળાએ તરત થઈ જતા પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.
- ઉંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાનના પ્રમુખ પદે ચોથીવાર બાબુભાઈ પટેલની નિમણુક - Unjha Umiya Mataji Mandir Sansthan
- વીરપુરની નદીમાં વૃદ્ધા તણાઈ, શોધખોળ બાદ મળ્યો 85 વર્ષીય મહિલાનો મૃતદેહ - rajkot news