ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 10 ફૂટ ઉંડા ખાડામાં પડવાથી બાળકીનું મોત, વટવામાં EWS આવાસો તોડવાની કામગીરી દરમિયાન ઘટના - GIRL DIES AFTER FALLING INTO PIT

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા EWS આવાસો કોઈને ફાળવાયા વગર તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 10 ફૂટનો ખાડામાં બાળકી પડી જતા તેનું મોત થયું.

10 ફૂટ ખાડામાં પડવાથી બાળકીનું મોત
10 ફૂટ ખાડામાં પડવાથી બાળકીનું મોત (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2024, 7:38 PM IST

અમદાવાદ: થોડા સમય પહેલા અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા EWS આવાસો કોઈને ફાળવાયા વગર તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જેને લઈને અમદાવાદ મહાનગર પાલિકા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા. ત્યારે હવે ફરી આજ ભ્રષ્ટાચાર અને આજ EWS આવાસોએ એક માસૂમ બાળકીનો જીવ લીધો છે.

કોન્ટ્રાક્ટર દ્વારા ખાડો ખોદવામાં આવ્યો: આ મકાનો તોડવાની કામગીરી સમયે ત્યાં કોન્ટ્રાકટર દ્વારા 10 ફૂટનો ખાડો કરવામાં આવ્યો હતો. જેમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. ત્યાં આજુબાજુ વસતા લોકોના બાળકો ત્યાં રમતા હોય છે. આવી જ એક 3 વર્ષની બાળકી સાંજે 7 વાગ્યાની આસપાસ ત્યાં રમતી હતી અને અકસ્માતે ખાડામાં પડી ગઈ હતી. માત્ર આ 3 વર્ષની બાળકી બહાર તો નીકળી પરંતુ જીવતી ન નીકળી શકી.

રમતા રમતા બાળકી ખાડામાં પડી ગઇ: મૃતક બાળકીનાં કાકા રાહુલ કટારાએ ETV BHARAT સાથેની વાત કરતાં જણાવ્યુ હતું કે, AMC ના લોકોએ મારા ઘરની પાસે એક ખાડો ખોદ્યો છે. જે દોઢ મહિનાથી વરસાદી પાણીથી ભરાયેલો છે. જે ખાડો અંદાજે 10 ફૂટ જેટલો ઊંડો છે. જેમાં 5 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. ગઈ કાલે સાંજે 7 વાગ્યા આસપાસ મારી ભત્રીજી રમતી રમતી ખાડામાં પાડી ગઈ હતી.

પોલીસ દ્વારા ફરિયાદની નકલ નથી અપાઇ:બાળકી માત્ર દોઢ ફૂટની હતી અને ખાડો 10 ફૂટ ઊંડો હતો. તે છોકરી તેમાં પડી ગઇ હતી. જેમાં તે મૃત્યુ પામી હતી. જ્યારે ETV BHARAT ના સંવાદદાતા ભાર્ગવ મકવાણા દ્વારા મૃતક બાળકીના કાકાને પૂંછવામાં આવ્યું કે, તમે આ અંગે ફરિયાદ કરી છે. તો તેમણે જણાવ્યું કે, વટવા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવી છે. પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી ફરિયાદની નકલ આપવામાં આવી નથી.

પોલીસે FIR નોંધી નથી: જ્યારે ETV BHARAT દ્વારા વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વટવા પોલીસ સ્ટેશનના PI કુલદીપ ગઢવીએ જણાવ્યુ હતું કે "આ બાબતે અકસ્માત નોંધ દાખલ કરવામાં આવી છે. FIR નોંધવામાં આવી નથી. જ્યારે ETV BHARATના સંવાદદાતા દ્વારા પૂછવામાં આવ્યું કે કેમ FIR દાખલ નથી કરી ? ત્યારે PI ગઢવીનો જવાબ હતો કે "ગુનેગાર કોણ છે તેની ખબર નથી કોના પર ગુનો દાખલ કરવો ?" તદુપરાંત વધુમાં PI ગઢવીએ જણાવ્યું હતું કે "કોર્પોરેશનને અમે લેખિતમાં રજૂઆત કરીને કોન્ટ્રાક્ટ કોને દેવામાં આવ્યો હતો ? અને આના માટે કોણ જવાબદાર છે ? તેની વિગત માંગી છે. જે પણ જવાબદાર વ્યક્તિ હશે તેના વિરુદ્ધ ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે."

આ પણ વાંચો:

  1. સારોલી પોલીસે નકલી નોટો સાથે 2 આરોપી ઝડપી પાડ્યા, જાણો આરોપીઓની મોડસ ઓપરેન્ડી
  2. કોર્પોરેટ ઓફિસ બનાવવાના નિયમોમાં ફેરફાર, આ લોકોને મળશે વધુ લાભ

ABOUT THE AUTHOR

...view details