વડોદરાઃ વડોદરા જિલ્લામાં આવેલા ભાયલી વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી. 48 કલાક પહેલા બનેલી આ ઘટનાના આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચુક્યા છે. ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં રોજી રોટી માટે આ શખ્સો દસ વર્ષ પહેલા આવ્યા હતા. આ શખ્સોએ થોડા જ દિવસો પહેલા વડોદરાના ભાયલી વિસ્તારમાં એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. 4 ઓક્ટોબરની વહેલી પરોઢે બનેલી આ ઘટનામાં મોબાઈલ ફોનનો એક થોડી જ સેકન્ડ્સનો કોલ આ શખ્સો સુધી પોલીસને દોરી ગયો હતો. જોકે આ લાગે છે એટલું સરળ પણ ન્હોતું. પોલીસને ના માત્ર આ કોલ પરંતુ સીસીટીવી, બાઈકની ઓળખ વગેરે સહિતની કામગીરી પુર્ણ કરવા માટે મોટી ટીમ જોડાઈ હતી.
પોલીસ સામે મુન્નો પોપટની જેમ બોલ્યો અને....
પોલીસના હાથે ઝડપાયેલા શખ્સો પીઓપીનું કામ કરતા હતા. પોલીસે આ કેસમાં શખ્સો સુધી પહોંચવા માટે 1100 જેટલા સીસીટીવી તપાસ્યા હતા. પોલીસ આ શખ્સોને જ્યાં ત્યાં તપાસી રહી છે અને પોતે કરેલું કૃત્ય હવે જધન્ય ગુના સમાન બની ઠેરઠેર તેમના જ કરતૂતો ગુંજી રહ્યા છે તેવી જાણકારી થતા આ શખ્સોએ સતત પોતાનું લોકેશન બદલવાનું ચાલુ રાખ્યું હતું. જોકે પોલીસે ના માત્ર સીસીટીવી ફૂટેજ પરંતુ હ્યુમન ઈંટેલિજન્સની પણ મદદ લીધી હતી. આ દરમિયાનમાં પોલીસને મળેલી જાણકારી પ્રમાણે પોલીસે એક શખ્સ મુન્નાની ધરપકડ તેના જ ઘરેથી કરી લીધી. પોલીસનો અનુભવ થતા જ મુન્નાએ બીજા સહ આરોપીઓના વટાણા વેરી નાખ્યા અને આમ પોલીસ અન્ય બે સુધી પણ પહોંચી ગઈ હતી.
આ કેસમાં વડોદરા જિલ્લા પોલીસ તો કાર્યરત હતી પરંતુ શહેર પોલીસ પણ જોડાઈ હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી ફિઝિકલ એવીડન્સ મળ્યા હતા. સન ગ્લાસ, વીક્ટીમનો ફોન પણ આરોપીઓ લૂંટી લઈ ગયા હતા. જેના પરથી આરોપીઓ ઝડપાયા હતા. મુખ્યત્વે મોબાઈલના સીડીઆર, ડેટા એનાલિસિસ સહિત આરોપીઓના લોકેશનની વિસ્તૃત જાણકારી હાથ લાગી હતી. સમગ્ર રૂટ પરના સીસીટીવી ચેક કરીને ડિટેઈલ વિષ્લેષણ કરાયું હતું. તેમના દ્વારા વપરાયેલું બાઈક પણ ઓળખ કરવામાં આવ્યું હતું. સાથે જ પીડિતાના વર્ણનને પણ આધારમાં લેવાયું હતું. આમ આ બધું મળીને આરોપીઓને પકડવામાં મદદ મળી છે. સાથે આ ઘટનામાં અન્ય બે પણ બીજા બાઈક પર હોવાની વાત હતી જેમાં પણ પોલીને મદદ મળી છે. મુન્ના અબ્બાસ બંજારા (27) તાંદલજા, વડોદરા, મમ્તાઝ ઉર્ફે અફ્તાબ બંજારા મૂળ ઉત્તરપ્રદેશનો અને શાહરુખ કિસ્મતઅલી બંજારા (26) તાંદલજા, વડોદરા મૂળ રહે ઉત્તરપ્રદેશ. તેઓ દસ વર્ષ પહેલા વડોદરા રોજી કમાવા આવ્યા હતા. અહીં તેઓ કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કામ કરતા હતા. - નરસિમ્હા કોમર, વડોદરા પોલીસ કમિશનર
અન્ય બાઈક ચાલકોનું શું?
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ શખ્સોની સાથેના અન્ય એક બાઈક પર સૈફ અલી બંજારા અને અજમલ બંજારા નામના બે વ્યક્તિ હતા. જોકે તેઓ ઘટના પહેલા કપલને જવાદે એવું કહીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે પોલીસને હજુ પણ આ અંગે વિશ્વાસ એમ જ થઈ જાય તેમ નથી. પોલીસે અહીં વધુ તપાસની તજવીજ શરૂ કરી ખરેખર તેમની ભૂમિકા કેટલી છે તે અંગેની વિગતો મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે. અહીં પોલીસનો સૌથી પહેલો હેતુ છે કે એક પણ આરોપી છટકવો જોઈએ નહીં અને કોઈ નિર્દોષ ફસાવો જોઈએ નહીં.
હું એટલું કહીશ કે, હવે થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓની કસ્ટડી ગ્રામ્ય પોલીસને આપશે અને ડીવાયએસપી કક્ષાના અધિકારી તેની તપાસ કરશે. સ્પેશ્યલ એસઆઈટીની રચના કરાશે અને ડેઈલી મોનીટરિંગ થશે. રિમાન્ડ મેળવવા અને મેડિકલ પુરાવા લેવાની તજવીજ હાથ ધરાઈ છે. રિમાન્ડ પછી ઈન્વેસ્ટીગેશન ઝડપી પુરું થાય અને એના માટે એક પેરવી અધિકારી નિમવામાં આવશે. એસપી દ્વારા પણ ડે ટુ ડે તેની મોનિટરિંગ કરાશે. અને ઝડપી ચાર્જશીટ કરી શકીએ તેવી અમારી તૈયારી છે. - સંદિપ સિંહ, રેન્જ આઈજી, વડોદરા
- ગુજરાત HCનો મોટો ચૂકાદોઃ મુસ્લિમ પતિ સામેના બળાત્કારના આરોપો ફગાવ્યા, બીજા લગ્ન માન્ય ગણ્યા
- Eeco zone ના કાયદાનો વિરોધ, માધવપુરમાં 45 ગામના ખેડૂતોનું મળ્યું સંમેલનઃ કોંગ્રેસે પણ આપ્યું સમર્થન