અમદાવાદ :શહેરમાં બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં 5 થી 7 જૂનિયર બચ્ચન, બચ્ચન પાન પાર્લરના માલિક ગાભાજી ઠાકોર અને અમિતાભ બચ્ચન ફેન ક્લબ દ્વારા કેક કાપીને અમિતાભ બચ્ચનના ગીતો ઉપર નાચીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
બચ્ચનના નામે જ પાન પાર્લર શરૂ કરાયું: અમદાવાદ શહેરમાં ઘણી બધી વિવિધ વસ્તુઓ જોવા મળે છે. અમદાવાદ શહેર પોતાના વૈવિધ્ય માટે જ ઓળખાય છે. ત્યારે અમદાવાદ શહેરના ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસે બચ્ચન પાન પાર્લર આવેલું છે. બચ્ચન પાન પાર્લરના માલિક ગાભાજી ઠાકોર છેલ્લા 35 વર્ષથી અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરે છે. તેઓ અમિતાભ બચ્ચનના એવડા મોટા ફેન છે કે તેમણે પોતાના પાન પાર્લરનું નામ પણ બચ્ચન પાન પાર્લર રાખેલું છે.
અમદાવાદ શહેરમાં બોલિવુડના બિગ બી અમિતાભ બચ્ચનના એક ફેન દ્વારા જન્મદિવસની ઉજવણી (ETV BHARAT GUJARAT) અમિતાભ બચ્ચન મારા માટે ભગવાન છે: પાન પાર્લરના માલિક ગાભાજી ઠાકોર જણાવે છે કે, અમિતાભ બચ્ચન મારા માટે ભગવાન છે. તેઓ હજાર વર્ષ જીવે તેવી દુઆ કરીએ છીએ. બચ્ચન સાહેબને ઘણી વખત મળવાનું થયું છે. અમિતાભ બચ્ચન મને મારા નામથી ઓળખે છે. વધુમાં ગાભાજી જણાવે છે કે, કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમિતાભ બચ્ચનને રૂબરૂ મળવાનું થશે. પરંતુ આજે અમિતાભ બચ્ચન સાથે મારો એક વ્યક્તિગત સંબંધ છે.
35 વર્ષથી બચ્ચનના જન્મદિવસની ઉજવણી: બચ્ચન પાન પાર્લર દ્વારા અમિતાભ બચ્ચન ફેન ક્લબ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કેટલા બધા અમિતાભ બચ્ચનના ફેન્સ અને જુનિયર અમિતાભ બચ્ચન પણ જોડાયેલા છે. તેઓ જણાવે છે કે, અમે બધા અમિતાભ બચ્ચનને રૂબરૂ મળેલા છીએ. કોણ બનેગા કરોડપતિના સ્ટેજ પર અમિતાભ બચ્ચને પોતે અમને બોલાવ્યા હતા. તેમ જણાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો:
- મહેસાણામાં પત્નીના 'અપહરણ'ના ગુનામાં 27 વર્ષે પતિની ધરપકડ, ઘરે 4 દીકરીઓ અને બે પૌત્રો છે
- રડતા-રડતા ખેડૂતે કહ્યું, "સંઘવી સાહેબના પગ પકડવા તૈયાર છીએ", જાણો બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યા અને માંગ