સુરત:દહેરાદૂનથી ૨૦૦ કિલોમીટર દૂર ફુલારા રીઝ ટ્રેક આવેલ છે કે, જ્યાં બાર હજાર ફૂટ ઉપર ચારથી પાંચ કલાકનું ટ્રેકિંગ કરવામાં આવે છે. આ રિઝ પર પહોંચવા માટે ૪ થી ૫ દિવસનો ટ્રેક કરવામાં આવે છે. ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા 25 વ્યક્તિનુ ગ્રુપ આ ટ્રેક માટે ગયું હતું. આ ગ્રુપમાં આખા ઇન્ડિયામાંથી 25 લોકો આવ્યા હતા. ફુલારા રીઝ ટ્રેક પર જવા માટે 12,127 ફુટ અને 3,696 મીટર હાઈટ પર જવું પડે છે. 45 કિલોમીટરના આ રસ્તામાં રોજ 8 થી 10 કિલો મીટર ચાલવું પડે છે. રસ્તામાં ના તો કોઈ માણસ નજરે પડે ના તો કોઈ દુકાન ઉપરાંત ગાડી, હોટલ કોઈ સુવિધા વિના તમારે ચાલવું પડે છે અને રહેવા માટે માત્ર બેંકની સુવિધા છે જય રાતવાસો કરી શકો છો.
ભારતના એકમાત્ર અને સૌથી મોટા ફૂલારા રીઝ ટ્રેક પર સુરતનના ડૉ.દંપત્તિએ ૧૪ વર્ષની દીકરી સાથે પર્વતારોહણ કર્યુ - mountain climbing at dehradun - MOUNTAIN CLIMBING AT DEHRADUN
સુરતના ડૉક્ટર દંપત્તિએ 14 વર્ષની દીકરી સાથે ભારતના એકમાત્ર અને સૌથી મોટા ફૂલારા રીઝ ટ્રેક ઉપર પર્વતારોહણ કરીને એક નવો અધ્યાય લખ્યો છે. ભારતમાં સૌથી મોટું ફૂલારા રીઝ ટ્રેક છે, જ્યાં બે પર્વતો ભેગા થાય તે સાંકડી કેડી ને રીઝ કહેવામાં આવે છે. mountain climbing at phulara ridge trek
Published : Jun 1, 2024, 8:37 AM IST
|Updated : Jun 1, 2024, 8:52 AM IST
ઈન્ટરનેટ વગરના દિવસો: આ ટ્રેકિંગ કરવા માટે ચારથી પાંચ દિવસ થઈ જાય છે. આ ટ્રેકિંગમાં સાદું જમવાનું જમવું પડે છે, ત્યાં કોઈ પીઝા કે બર્ગર, ફાસ્ટ ફૂડ વગર રહેવું પડે છે. પાંચ થી સાત દિવસ મોબાઇલ અને ઈન્ટરનેટ વગર જિંદગી જીવવાની હોય છે. એકદમ નેચરલ અને કુદરતી વાતાવરણમાં આ દિવસો પસાર કરીને ચાલતા રહેવાનું હોય છે.
ટ્રેકિંગનો આનંદ: આ ટ્રેકિંગમાં સુરતના ડોક્ટર નિહાલ પટેલ, ડોક્ટર શ્વેતા પટેલ તેમજ તેમની 14 વર્ષની પુત્રી પ્રાર્થના પટેલ સાથે આ ટ્રેકિંગમાં ગયા હતા. આ ડોક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે. ગયા વર્ષે પણ તેઓ એવરેસ્ટ પર ટ્રેકિંગ કરીને આવ્યા હતા અને તેના સિવાય બીજા ઘણા બધા ટ્રેકિંગ તેમણે કર્યા હતા. તેમનું કહેવું છે કે "બહાર ફરવા જવાનું અને પૈસા વધારે ખર્ચીને જે આનંદ ના મળે એ આનંદ ટ્રેકિંગ કરીને કુદરતી હવામાં રહેવાથી મળે છે".