જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન (Etv Bharat gujarat) જૂનાગઢ:જિલ્લામાં રમતગમત કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનારા યુવાન ખેલાડીઓ વચ્ચે જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં હતું. અહીંથી પસંદ થનારા પ્રત્યેક ખેલાડી રાજ્ય સ્તરે રમવા માટે જશે, ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એથ્લેટિકસની સ્પર્ધામાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ પણ કરતા જોવા મળી શકે છે.
જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન (Etv Bharat gujarat) આગામી દિવસોમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા:ગાંધીગ્રામ ખાતે જિલ્લા રમતગમત કેન્દ્રમાં સવારથી જ એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધાઓ શરૂ થઈ હતી. જેમાં ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાએ એથ્લેટિક્સની સ્પર્ધામાં સારો દેખાવ કરનારા ખેલાડીઓ રમતગમતના મેદાનમાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરવા માટે ઉત્સુક જોવા મળ્યા હતા. જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા જેમાં ચક્ર ફેંક, ભાલા ફેંક, ગોળા ફેંક, લાંબી કુદ, દોડ, ઝડપી ચાલ જેવી એથ્લેટિક્સની વિવિધ રમતો જિલ્લાના યુવાન ખેલાડીઓ વચ્ચે રમાડવામાં આવી હતી.
જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન (Etv Bharat gujarat) 300 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો:આ સ્પર્ધામાં અંદાજિત 300 કરતાં વધુ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જૂનાગઢ જિલ્લા કક્ષાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી રાજ્ય કક્ષાએ કરવામાં આવશે. જ્યાં સમગ્ર રાજ્યના ખેલાડીઓ વચ્ચે એક સ્પર્ધાનું આયોજન આગામી દિવસોમાં થશે. અહીંથી પસંદગી પામેલા પ્રત્યેક ખેલાડી રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એથલેટિક્સની સ્પર્ધામાં આગામી દિવસોમાં ભાગ લેતા જોવા મળશે.
જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન (Etv Bharat gujarat) યુવાન ખેલાડીઓનો પ્રતિભાવ:જૂનાગઢ ખાતે આવેલા યુવાન ખેલાડીઓએ ETV ભારત સાથે તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. દોડમાં ભાગ લેવા માટે આવેલ સૈનિક સ્કૂલની સાનવી ચૌધરીએ પોતાનો પ્રતિભાવ આપવા જણાવ્યું હતું કે, તેઓ એથ્લેટિક્સમાં અને ખાસ કરીને દોડમાં તેનું ભવિષ્ય બનાવવા ઈચ્છે છે. જેથી તે ગ્રામ્ય કક્ષાએથી લઈને તાલુકા અને આજે જિલ્લા કક્ષાએ આયોજિત સ્પર્ધામાં ભાગ લેવા માટે આવી છે. બીજી તરફ નમ્રતા ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ શક્તિશાળી ગણાતી ગોળા ફેંક સ્પર્ધામાં ભાગ લઈને તાલીમ મેળવી રહી છે. આગામી દિવસોમાં તેનું સપનું ગોળા ફેંક સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવીને રાજ્યને બહુમાન મળે તે માટે મહેનત કરી રહી છે.
જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન (Etv Bharat gujarat) ખેલાડીઓને તાલીમ સેન્ટરોમાં મોકલાશે:જૂનાગઢ ખાતે અંડર 15 મહિલા અને પુરુષ ખેલાડીઓની પસંદગી માટેની એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 165 જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓએ પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ખેલાડીઓની રમતની રુચિને ધ્યાને રાખીને તેમને અભ્યાસની સાથે જે તે રમતગમતમાં તાલીમ આપી શકાય. તેવા તાલીમ સેન્ટરોમાં તાલીમ અને અભ્યાસ માટે મોકલવામાં આવશે
યુવાન ખેલાડીઓની પસંદગી શરૂ કરાઇ: વર્ષ 2039 ના ઓલમ્પિકનાં આયોજનને લઈને ભારત ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તેના ભાગરૂપે ખેલાડીઓની પસંદગી ઓલમ્પિક જેવા વિશ્વ રમતોત્સવમાં ખૂબ ગંભીરતાથી આ વાતની નોંધ લેવાય માટે ગુજરાતના ખેલાડીઓને ખાસ તાલીમ આપવા માટેની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકો રમતગમત ક્ષેત્રમાં રુચિ ધરાવતા હોય તેવા ખેલાડીઓની ઓળખ કરીને તેને વિશેષ તાલીમ આપવાનું આયોજન સરકાર કરી રહી છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં 165 જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓએ અભ્યાસની સાથે તાલીમમાં પારંગતતા મેળવવા માટે પોતાની દાવેદારી રજૂ કરી છે.
ખેલાડીઓને શિક્ષણની સાથે તાલીમ અપાશે: 15 વર્ષથી નીચેની આયુના 165 ખેલાડીઓ જેની પસંદગી કરવામાં આવી છે. મહિલા અને પુરુષ કેટેગરીમાં ખેલાડીઓ અલગ અલગ રમતોત્સવમાં પોતાની પારંગતતા ધરાવતા ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા તેમની પસંદગીના તાલીમ સેન્ટરમાં પ્રવેશ અપાશે. આ ખેલાડીઓને ઓલમ્પિક જેવા આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં સફળતા પૂર્વક દેખાવ કરી શકે માટે તાલીમ અપાશે. આ સિવાય તાલીમ સેન્ટરમાં દાખલ થયેલા ખેલાડીના અભ્યાસ અને રમતની જવાબદારી રાજ્ય સરકાર અને ખેલ વિભાગ ઉઠાવશે.
આ પણ જાણો:
- ગણપતિબપ્પા મોરિયા ઘીમાં લાડુ ચોરિયા, ભાવનગરમાં લાડુ અને મોદકની અવનવી ફલેવરો આવી - Ganesh Mahotsav 2024
- ખેડાના કઠલાલમાં જૂથ અથડામણ મામલામાં 14 ની ધરપકડ - Kheda Kathlal fight