ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના રાજુલામાંથી સિંહના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો - VIDEO OF A LION

અમરેલીના રાજુલા પંથકમાં આવેલા સમઢીયાળાથી શિકાર કરવા આવેલા સિંહનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અમરેલીના રાજુલામાંથી સિંહના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
અમરેલીના રાજુલામાંથી સિંહના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 12:18 PM IST

અમરેલી:જિલ્લામાં અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં અંદર વાયરલ થાય છે. ત્યારે વધુ સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજુલાના સમઢીયાળા ગામે રાત્રિના સમયે શિકાર કરવા 3 સિંહ પહોંચ્યા હતા. જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અમરેલીના 11 તાલુકાઓમાં સિંહનું સામ્રાજ્ય:અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. તેની સાથે જ અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને ભાવનગર જિલ્લામાં સિંહોનું સામ્રાજ્ય છે. સૌથી વધારે ગીર પંથકમાં સિંહ જોવા મળતા હોય છે.

અમરેલીના રાજુલામાંથી સિંહના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો (Etv Bharat gujarat)

સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ:સિંહ રાત્રિના સમયે શિકાર કરવા ગ્રામીણ વિસ્તાર અને જંગલ વિસ્તારની અંદર જતા હોય છે. ત્યારે રાજુલાના સમઢીયાળા ગામના બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર શિકારની શોધમાં 3 સિંહો આવ્યા હતા. સિંહ આવતા જ પશુઓમાં ફફડાટ ફેલાયો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

આ પણ વાંચો:

  1. કેવી પરિસ્થિતિમાં સિંહ માનવો પર કરે છે હુમલો ? જાફરાબાદની ઘટના બાદ લોકોમાં ચિંતા
  2. ભાવનગર-સોમનાથ સ્ટેટ હાઈવે પર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો

ABOUT THE AUTHOR

...view details