ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરના રાજકુંવરબા દ્વારા 93 વર્ષ પહેલાની 300 ગરબા રચેલી પુસ્તક આજે પણ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ - Navratri 2024 Gharba book - NAVRATRI 2024 GHARBA BOOK

ગુજરાતમાં રાજવી પરિવારો હાલ પણ વસે છે અને તેમના પૂર્વજોને જેમ કલા અને સંસ્કૃતિ પ્રત્યે લગાવ હતો તેવો આજે પણ ક્યાંકને ક્યાંક જોવા મળે છે. વર્ષો પહેલા આવા જ એક કલા પ્રેમી ધરમપુરના રાજકુંવરબા, જે લેખન કલા અને અન્ય કલાઓ માટે આદરભાવ ધરાવતા હતા તેમણે એક પુસ્તકની રચના કરી હતી જે આજની નવરાત્રી સાથે ખુબ બંધ બેસે છે અને તેના અંગે જાણતા વાંચવાની પણ આપને જરૂર ઈચ્છા થશે. - Navratri 2024 Gharba book

300 ગરબાની રચેલી પુસ્તક
300 ગરબાની રચેલી પુસ્તક (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2024, 4:36 PM IST

વલસાડ:નવરાત્રી પર્વનો શુભ પ્રારંભ થયો છે ત્યારે લોકો માતાજીના ગરબા થકી માતાજીની આરાધના કરતા હોય છે. ગરબાનું મહત્વ અનેરું છે. ગરબામાં વિવિધ ગાથા ઘટનાઓ શૌર્ય સહિતને આવરી લેવાય છે. ત્યારે આજથી 93 વર્ષ પહેલા ગુજરાતમાં આવેલા વલસાડ ખાતેના ધરમપુરના મહારાણા વિજય દેવજીની દીકરીએ "શ્રી વિજય રત્ન ગરબા" પુસ્તકની રચના કરી હતી. જેમાં ધરમપુરની જાહોજલાલી સહિત વિવિધ પ્રસંગોને આવરી લેવાયા છે. તે સમયના નવરાત્રીના ગરબાઓ સહિતનું વર્ણન કરાયું છે. આ પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં કુલ 300 ગરબા લખાયેલા છે. જે અનમોલ પુસ્તક આજે પણ લાઈબ્રેરીમાં સચવાયેલું છે.

300 ગરબા રચેલી પુસ્તક (Etv Bharat Gujarat)

1930 માં ધરમપુર પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું

ધરમપુરના છેલ્લા રાજવી 1921 થી 1950 સુધી શ્રીમંત મહારાણા વિજય દેવજીએ રાજ કર્યું હતું અને તેમની પુત્રી જશવંત કુંવરબા દ્વારા વિવિધ ગરબાઓની રચના કરવામાં આવી હતી અને 1930 માં આ પુસ્તક ધરમપુર રાજ્યના પ્રિન્ટિંગ પ્રેસમાં જ આપવામાં આવ્યું હતું. આ પુસ્તક બે વિભાગમાં વહેંચાયેલું છે જેમાં અંદાજિત 300 થી વધુ ગરબાઓ ઉપલબ્ધ છે.

ધરમપુર રાજ્યમાં સંગીત એક મહત્વનું અંગ હતું

દક્ષિણ ગુજરાતમાં સિસોદિયા વંશમાં રાજવી જેવો ધરમપુર રાજ્યમાં રાજ કરતા હતા. તેમના રાજ્યમાં સંગીત એ ખુબ મહત્વનું અંગ માનવામાં આવતું હતું અને અહીંના રાજા વિજય દેવજી દ્વારા વિશેષ સંગીત માટે પુસ્તકની પણ રચના કરી છે. જેમાં વિવિધ રાગ સહિતની જીણવટ ભરી માહિતીઓ ઉપલબ્ધ કરાઈ છે ત્યારે તેમની જ પુત્રી જશવંત કુંવરબા પણ વિવિધ પ્રસંગો ઘટનાઓ જન્મદિવસની ઉજવણી તેમજ રાજ્યની આસપાસના વિસ્તારમાં આવતી પ્રકૃતિનું સૌંદર્ય સહિતના વર્ણન સાથેના ગરબાની રચના કરી હતી.

300 ગરબાની રચેલી પુસ્તક (Etv Bharat Gujarat)

જશવંત કુંવરબાએ આ પુસ્તક તેમના પિતાને અર્પણ કર્યું હતું

રાજકુમારી જશવંત કુંવરબા દ્વારા રચયીવમાં આવેલા પુસ્તક 'શ્રી વિજય રત્ન ગરબા' તેમણે પોતાના પિતાને અર્પણ કર્યું હતું. જેમાં ધરમપુર રાજ્યની જાહોજલાલી તેમજ આસપાસના વિસ્તારમાં આવેલું પ્રકૃતિનું અપાર્ટ સૌંદર્ય સહિત રાજ્યમાં બનતી વિવિધ ઘટનાઓ તેમજ વિવિધ પ્રસંગોનું નિરૂપણ તેમણે રચેલા ગરબામાં કર્યું છે. જેમાં રાજાનો જન્મ દિવસ હોય કે, નવરાત્રીની પૂનમના ગરબા, સહિત અનેક ઘટનાઓને આવરી લેવામાં આવી છે.

વિજય રત્ન ગ્રબાવલી પુસ્તક બે ભાગ માં વહેચાયેલું છે

'શ્રી વિજય રત્ન ગરબા' પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ ભાગમાં 288 પાનામાં કુલ 51 જેટલા ગરબાઓનો સંદર્ભ લેવામાં આવ્યો છે જ્યારે બીજા ભાગમાં 288 પાનામાં 300 જેટલા ગરબાઓને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક 21, 11, 1930 ના રોજ ધરમપુરના પ્રિન્ટિંગ પ્રેસમાં જ આપવામાં આવ્યું હતું.

300 ગરબાની રચેલી પુસ્તક (Etv Bharat Gujarat)

આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે

ધરમપુર નગરમાં રાજા વિજય દેવજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 1866 ની સાલની મહારાણા લાઇબ્રેરી આજે પણ અનેક પુસ્તકો સાથે સજ્જ છે. ધરમપુર રાજવી સ્ટેટના અનેક પુસ્તકો અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં અહીં ઉપલબ્ધ છે. 1886 માં મહારાણા દ્વારા લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. આજે આ લાઇબ્રેરી ધરમપુર નગરપાલિકા હસ્તક છે અને આજે પણ ત્યાં અનેક પુસ્તકો છે. જે પૈકી શ્રી વિજય રત્ન ગરબાવલી નવરાત્રીના દિવસોમાં ગરબાના મહત્વને લઈને લોકોને પોતાની તરફ આકર્ષે છે.

વિજય રત્ન ગરબાવલીમાં વિવિધ છંદ સાથેના ગરબાની રચના

રાજકુમારી જશવંત કુંવરબા દ્વારા રચાયેલા 300 ગરબાના પુસ્તક શ્રી વિજય રત્ન ગરબાવલીમાં ગરબાનો રાગ એનો ઢાળ સહિત કઈ રીતે પ્રસ્તુત કરવા ગરબાની રચનાના ઉપરના ભાગમાં જ છંદ સાથેનો તમામ વિવરણ રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે, જે કોઈપણ આ પુસ્તક ઉઠાવે અને ગરબા લલકારે તો તે સમયે છંદ આધારિત ગરબા અને તેનો રાગ રજૂ કરવામાં આવ્યો છે. જેથી ગરબા ગાનારાને આસાની રહે, 1930 માં રચાયેલા આ પુસ્તકમાં છંદ આધારિત ગરબાઓની રચના છે. એટલે કે સંગીતનું સંપૂર્ણ જ્ઞાન રચયિતાને હતું.

300 ગરબાની રચેલી પુસ્તક (Etv Bharat Gujarat)

ગરબા ખાસ કરીને મધ્યકાલીન સમયમાં લોકપ્રિય બન્યા

ખાસ કરીને ગુજરાત અને તેની આસપાસના પ્રદેશોમાં. 15મી અને 16મી સદીના સમયગાળામાં, જ્યારે ગરબા ધીરેધીરે લોકસંગીતના રૂપમાં વિકસતા ગયા. આ સમય દરમિયાન, ભક્તિ, પ્રેમ, અને સામાજિક સાંસ્કૃતિક વિષયો પર આધારિત ગરબાઓ ગવાતા. થાળીયા અને આત્યંતિક સામાજિક માન્યતાઓ પણ ગરબાઓના ભાગ તરીકે આવતી. ગરબામાં વાર્તાત્મકતા (કથાનક), રાસ-ગરબા અને આસ્થાના તત્વો મુખ્ય ભૂમિકા ભજવતા.

જશવંત કુંવારબાના લગ્ન નાગોદ સ્ટેટના રાજવી પરિવારમાં થયા

ધરમપુર રાજ્યના રાજકુંવરી જશવંત કુંવરબાના લગ્ન મધ્યપ્રદેશના નાગોદ સ્ટેટના રાજ પરિવાર ઘરાનામાં લગ્ન કરવામાં આવ્યા હતા. આજે પણ જશવંત કુંવરબાના સ્વજનો ધરમપુરમાં હયાત છે. તેઓ પણ આ સમગ્ર બાબતથી ખૂબ સારી રીતે જાણકાર છે. જશવંત કુંવરબા દ્વારા રચાયેલા ગરબાના આ પુસ્તકનું મહત્વ આજે પણ એટલું જ છે. અનેક લોકો જે ધરમપુર સ્ટેટ વિશે જાણકારી મેળવવા માંગે છે. તે આ ગરબાના પુસ્તકને સંદર્ભ પુસ્તક તરીકે પણ ઉપયોગમાં લેતા હોય છે. જેમાં ધરમપુરની આસપાસમાં બનેલી ઘટનાઓ રાજ્યમાં ઉજવાયેલા પ્રસંગો સહિતનો ઉલ્લેખ કરાયેલો છે.

300 ગરબાની રચેલી પુસ્તક (Etv Bharat Gujarat)

આમ ધરમપુર રાજવી પરિવારના રાજકુમારી દ્વારા રચવામાં આવેલા 300થી વધુ ગરબાની આ પુસ્તક આજે પણ અહીંના લાઈબ્રેરીમાં હયાત છે. જે નવરાત્રીને લઈને ગરબા પ્રેમીઓમાં ખૂબ મહત્વ ધરાવે છે.

  1. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં, ગોતામાં કર્યું શાકમાર્કેટનું ઉદઘાટન, 170 પરિવારોને મળશે સીધો લાભ - Amit Shah in Gujarat
  2. થરામાં સસ્તું સોનું આપવાનું કહી કર્યું અપહરણ અને પછી... પકડાયેલા આરોપીઓએ કર્યો ખુલાસો - Banaskantha Crime

ABOUT THE AUTHOR

...view details