ગુજરાત

gujarat

ETV Bharat / state

રીંછ હવે નહીં રંઝાડે ! અંબાજીમાં આટાફેરા કરતું રીંછ આખરે પાંજરે પુરાયુ - The bear is caged - THE BEAR IS CAGED

છેલ્લા 21-21 દિવસથી અંબાજીના ગબ્બર વિસ્તારમાં આટાફેરા મારતું રીંછ આખરે પાંજરે પુરાઈ ગયું છે. તેની સાથે જ આ પંથકના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જાણો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી...bear in Ambaji of Banaskantha

ડિજીટલ પેમેન્ટમાં ભારતનો દુનિયામાં વાગ્યો ડંકો
ડિજીટલ પેમેન્ટમાં ભારતનો દુનિયામાં વાગ્યો ડંકો (Etv Bharat Graphics)

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2024, 2:19 PM IST

અંબાજીમાં વનવિભાગની ટીમે રીંછને પાંજરે પુર્યુ (Etv Bharat Gujarat)

અંબાજી:ગબ્બર વિસ્તારમાં છેલ્લા 21 દિવસથી આટા ફેરા મારતા રીંછનુ સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી દેવાયું છે, રીંછ પાંજરે પુરાતા સમગ્ર પંથકના લોકો તેમજ આગામી ભાદરવી પૂનમના મેળામાં આવનારા માઈભક્તો ભયમુક્ત બન્યા છે.

અંબાજીના ગબ્બર વિસ્તારમાં છેલ્લાં 21 દિવસથી 4 વખત રીંછના આટાફેરા જોવા મળ્યા હતા જેથી લોકો ભયભીત બન્યા હતા અને આ રીંછને પકડવામાં આવે તેવી માંગ ઉઠી હતી, જોકે બીજી તરફ આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થનાર હોઈ આ મેળામાં લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે આવનાર હોય વહીવટી તંત્રની પણ ચિંતાઓ વધી હતી. જોકે આ રીંછને પકડવા માટે વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.

અંબાજીના જે વિસ્તારમાં રીંછની સતત અવરજવર છે તે વિસ્તારમાં રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમની મદદથી અલગ-અલગ જગ્યાએ છ જેટલા પાંજરા મૂકવામાં આવ્યા હતા. જોકે રાત્રે 10 વાગ્યા આસપાસ ફરી રીંછ દેખાતા તેને બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યું હતું, રીંછને રેસ્ક્યુ કરતાં સમયના વન વિભાગના લાઇવ દ્રશ્યો પણ સામે આવ્યા હતા રાત્રીના સમયે મહા મુશ્કેલીથી વન વિભાગની રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.

રીંછ પાંજરે પુરાતા રેસ્ક્યુ ટીમ અને વન વિભાગએ હાંશકારો અનુભવ્યો હતો, રીંછ પાંજરે પુરાયા બાદ અંબાજી આરએફઓ એ કહ્યું કે રીંછને પાંજરે પુરવા માટે રેસ્ક્યુ ટીમ દ્વારા સતત મહેનત કરવામાં આવી હતી. ત્યાર બાદ આખરે આ રીંછ પાંજરે પુરવામાં આવ્યું. તેમને ભાદરવી પૂનમના મહામેળામાં આવનારા તમામ ભક્તોને પણ અપીલ કરી હતી, કે ભયમુક્ત બની તેઓ મા અંબાના દર્શન માટે આવી શકે છે. જોકે આ દરમિયાન એકલદોકલ લોકોને ગબ્બરના જંગલ વિસ્તારમાં ન ફરવા માટે પણ અપીલ કરી છે.

  1. પાલનપુરમાં વરસાદનો કહેર: વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા, રોડ રસ્તા પાણીમાં ધોવાયા - banaskantha rainfall update
  2. અંબાજીમાં નેતાઓ જમ્યા 1700ની ડીશ, 11 લાખથી વધારેનું બિલ આપવાનું થયું મંદિર ટ્રસ્ટને? - Politician food bill Ambaji

ABOUT THE AUTHOR

...view details