ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં 68 મી નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ, સ્પર્ધકોને કેટલીક સુવિધાઓનો અભાવ - 68TH NATIONAL SCHOOL GAMES

રાજકોટમાં યોજાયેલી સ્વિમિંગ અને ડાઈવિંગની 68મી નેશનલ સ્કૂલ ગેમમાં સ્પર્ધકો માટે કેટલીક અગવળતાઓ જોવા મળી છે.

રાજકોટમાં 68 મી નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ
રાજકોટમાં 68 મી નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ (Etv Bharat Gujarat)

By ETV Bharat Sports Team

Published : Nov 24, 2024, 9:10 PM IST

Updated : Nov 25, 2024, 9:10 AM IST

રાજકોટ: રાજકોટમાં સ્વિમિંગ અને ડાઈવિંગની નેશનલ સ્કૂલ ગેમ યોજાઈ છે પરંતુ આ સ્પર્ધા શરૂઆતથી જ વિવાદોમાં જોવા મળી છે. આ 68 મી નેશનલ સ્કૂલ ગેમમાં ભાગ લેતા 2000 જેટલા સ્પર્ધકોને થ્રી સ્ટાર હોટેલનું કહીને આવાસમાં ઉતારો આપવામાં આવ્યો હતો. હવે જે જગ્યાએ નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ થયો છે, તે રાજકોટના કોઠારિયા રોડ પરના સરદાર પટેલ સ્વિમિંગ પૂલમાં વોશરૂમમાં ગંદકી જોવા મળી હતી. તેમજ સ્વિમિંગ પૂલ અને પ્રેક્ષક ગેલેરી પણ ટૂંકી છે.

જો કે આ દરમિયાન ગુજરાતની 5 ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલી વિદ્યાર્થિનીએ કહ્યુ કે,'3 વર્ષની ઓલમ્પિક વિજેતા કેનેડિયન સ્વિમર રોલ મોડેલ છે અને તેથી હુ ભારત તરફથી ઓલમ્પિક રમવા માગું છું.'

રાજકોટમાં 68 મી નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ (Etv Bharat Gujarat)

રાજકોટમાં નેશનલ સ્કૂલ ગેમનું આયોજન:રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ કોચ અને છેલ્લા 35 વર્ષથી વિદ્યાર્થીઓને શીખવતા બંકિમ જોશીએ જણાવ્યું હતું કે, 'નેશનલ સ્કૂલ ગેમમાં ભારતમાંથી 45 જેટલા યુનિટના 2000થી વધુ સ્વિમર ભાગ લેવા માટે આવ્યા છે. તો ડાઈવિંગના 150 થી વધુ ખેલાડીઓ આવ્યા છે. જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા અન્ડર-14, 17 અને 19ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.'

સ્પર્ધકોને કેટલીક સુવિધાઓનો અભાવ (Etv Bharat Gujarat)

તેમણે વધુમાં કહ્યું કે,'ભારતના દરેક રાજ્યો ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અહીં આવ્યા છે. વર્ષ 2017 પછી રાજકોટને નેશનલ સ્કૂલ ગેમ મળી છે, પરંતુ વર્ષ 2005 થી અત્યાર સુધીમાં 25 જેટલી નેશનલ ગેમનું આયોજન કર્યું છે. જેમાં માસ્ટર્સ ઉપરાંત જુનિયર, સબ જુનિયર અને ઓપન કેટેગરીના ખેલાડીઓની અહીં સ્પર્ધા યોજાઈ ચૂકી છે. બ્રાઝિલમાં વર્ષ 2016 માં ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સિલેક્શન રાજકોટથી થયું હતુ. વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા માટે અહીં આવ્યા હતા. અહીં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બંગાળ, દિલ્હી અને ગુજરાતના પણ અમુક ખેલાડીઓ છે કે જેમને રેકોર્ડ બનાવેલા છે.'

5 ગોલ્ડ મેડલ વિજેતા: આ સ્પર્ધામાં ભાગ લેતી સ્વિમર વેનીકા પરીખ જણાવે છે કે, 'ગુજરાત લેવલ પર મારી પાસે ઘણી બધી સ્ટેટ ચેમ્પિયનશિપ છે. જેમાં 5 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જેમાં સૌથી વધુ બ્રેસ્ટ સ્ટ્રોક અને બટરફ્લાય ઇવેન્ટમાં રેકોર્ડ પણ બનાવ્યા છે. હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું અને સવારે અને સાંજે 2-2 કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરું છું. છેલ્લા 3 વર્ષની ઓલમ્પિક ચેમ્પિયન કેનેડિયન્સ સ્વિમર સમર મેકીન્ટોશ તેની રોલ મોડલ હોવાનું વિદ્યાર્થિનીએ જણાવ્યું હતુ.'

કોર્પોરેશનના આવાસમાં ઉતારો આપવામાં આવ્યો: ઝારખંડથી આવેલા એક સ્પર્ધકે જણાવ્યું હતું કે, 'અમે 30 જેટલા સ્વિમર અહીં નેશનલ સ્કૂલ ગેમમાં ભાગ લેવા માટે આવ્યા છીએ. અહીં રહેવાની વ્યવસ્થા એવરેજ છે. અમે જ્યારે અહીં સ્પર્ધામાં ભાગ લેવા માટે આવી રહ્યા હતા. તે પહેલાં થ્રી સ્ટાર હોટેલમાં રહેવાની સુવિધા આપવામાં આવશે તેવું કેહવામાં આવ્યું હતું, પરંતુ હકીકતમાં અહીં કોર્પોરેશનના આવાસમાં ઉતારો આપવામા આવેલો છે. અમે દરરોજ 4 કલાકની સ્વિમિંગની પ્રેક્ટિસ કરીએ છીએ. છેલ્લા 3 મહિનાથી વધુ મહેનત કરીએ છીએ.'

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, 'અમે અહીં આવ્યા પછી અહીં સાફસફાઈ શરૂ થઈ. જેથી ગંદકી પણ ખૂબ જ છે. શૌચાલયમાં પાણી આવતું નથી. મુખ્ય હોલમાં જ પંખો છે. રૂમમાં તો પંખા પણ નથી. અમે સ્પર્ધામાં સારી રીતે પરર્ફોર્મન્સ આપી શકીએ તે માટે તમામ વ્યવસ્થાઓ કરવી જરૂરી હતી, પરંતુ તે વ્યવસ્થા કરવામાં આવી નથી. પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.'

આ પણ વાંચો:

  1. શિયાળામાં માણો બાપુના 12 પ્રકારના વઘારેલા રોટલાનો સ્વાદ ! ભુજમાં અહીં ઉમટે છે સ્વાદના શોખીનો
Last Updated : Nov 25, 2024, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details