છોટા ઉદેપુર લોકસભા બેઠક પર, અંદાજિત 65 ટકા મતદાન નોંધાયું (Etv Bharat Gujarat) છોટા ઉદેપુર:લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું સરેરાશ મતદાન 55.22 ટકા મતદાન થયું છે. ત્યારે છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ના 2205 મતદાન મથકો પર સવારથી મતદારો ઉત્સાહ પૂર્વક મતદાન કરવા મતદાન મથકો પર લાઈનો લાગી હતી, લોકોએ સવારના પહોરમાં મતદારો મતદાન કરવાનું પસંદ કર્યું હતું. છોટા ઉદેપુર લોકસભા બેઠક પર 5 વાગ્યાં સુધી માં 63.76ટકા મતદાન થયું હતું.
જિલ્લામાં સખી મતદાન મથકો ઉભા કરાયા: ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ થીમ આધારિત મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે અન્વયે જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં 7-7 મહિલા સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરાયા છે.
મતદારોનો ઉત્સાહ વધારવા:છોટા ઉદેપુર લોકસભા બેઠક પર મતદારોનો ઉત્સાહ વધારવા દિવ્યાંગ મતદાન મથક, સખી મંડળ મતદાન મથક, સાંસ્કૃતિક મતદાન મથક, ગ્રીન મતદાન મથક, હેરિટેજ મતદાન મથક, જેવા મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા, જેણે લઈને મતદારો ઉત્સાહ પૂર્વક મતદાન કરતા મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉમેદવારોએ કર્યું વોટિંગ: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઇ રાઠવા, વસેડી ખાતેથી મતદાન કર્યું હતું, જયારે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ જામલી ગામેથી મતદાન કર્યું હતું, જયારે સાંસદ ગીતાબેન રાઠવા, કવાંટ ખાતેથી મતદાન કર્યું હતું.
હાલોલ વિધાનસભા: 64.3%
છોટા ઉદેપુર: 62.1%
જેતપુર પાવી: 63.33%
સંખેડા: 62.14%
ડભોઇ: 60.93%
પાદરા: 64.32%
નાંદોદ: 69.74%
કુલ: 63.76%
- ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 266 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, જાણો કેટલું થયું મતદાન - Lok Sabha Election in Gujarat