પોરબંદર:આજે ગુજરાતમાં લોકશાહીના મહાપર્વ મતદાનની ત્રીજા તબક્કા ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, ત્યારે પોરબંદર લોક સભા બેઠક પર ગત વખત કરતા 3 ટકા અને વિધાન સભાની પેટા ચૂંટણી પર 4 ટકા ઓછું મતદાન નોંધાયું છે. વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમ છતાં, જે નીરસ મતદાન થયું છે જેની અસર પરિણામો પર વિપરીત પડી શકે છે. લોકસભાનું અંદાજીત 51.66 ટકાઅને વિધાનસભાનું 57.78 ટકા મતદાન થયું છે.
- પોરબંદરની લોકસભામાં કુલ સાત વિધાનસભાની બેઠકો
ધોરાજી બેઠક પર 51.88 ટકા - ગોંડલ બેઠક પર 52.24 ટકા
- જેતપુર બેઠક પર 51.24 ટકા
- કેશોદ બેઠક પર 47.03 ટકા
- કુતિયાણા બેઠક પર 47.55 ટકા
- માણાવદર બેઠક પર 53.93 ટકા
- પોરબંદર બેઠક પર 57.78 ટકા
મતદાન નિરસ રહેવાના ક્યાં કારણો: પોરબંદર લોકસભા બેઠક માં અને વિધાનસભા બેઠક પર ગત વખત ની ચૂંટણી કરતા 4 ટકા અને 3 ટકા નો ફેર જોવા મળે છે. વહીવટી તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાના અનેક જાહેર સ્થળો સ્કૂલ કોલેજો અને સરકારી કચેરીઓ તથા પ્રાઇવેટ સેક્ટરોમાં પુરજોશમાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાં કારણો સર ઓછું મતદાન થયું તે અંગે નું મુખ્ય કારણ તપાસતા જાણવામાં આવ્યું હતું કે 7 મેં ના રોજ હિટવેવની અસર હતી જેના કારણે બપોરે 2 થી 4 ના સમયગાળા વચ્ચે જૂજ સંખ્યામાં મતદાતા ઓ મતદાન મથકે જોવા મળ્યા હતા.
મતદાર યાદીમાં ન હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા: પોરબંદરના અનેક પરિવારના લોકો બહાર ગામ રોજગારી માટે સ્થાયી થયા હોય, પરંતુ ચૂંટણીના રેકોર્ડમાં તેઓના નામ હોય આથી તેઓ આવી શક્ય ન હોય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. તો અનેક નાગરિકોના નામ મતદાર યાદીમાં ન હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. જેના કારણે મતદાન કરવા ઇચ્છતા લોકો પણ મતદાન ન કરી શક્યા હતા. આ તમામ બાબતોના કારણે પોરબંદર લોકસભા અને વિધાનસભાની બેઠક પર નીરસ મતદાન રહ્યું હતું જેની અસર પરિણામ પર પડશે તેવી પૂરેપુરી શક્યતાઓ વર્તાઈ રહી છે.
- છોટા ઉદેપુર લોકસભા બેઠક પર અંદાજિત 65 ટકા મતદાન નોંધાયું,બંને પક્ષોએ કર્યા જીતના દાવા - Udepur Lok Sabha seat